Comments

સર્વપક્ષી બેઠકમાંથી જમ્મુ જ ગાયબ!

વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે રસ્તો શોધવા માટે જમ્મુ-કાશ્મીર પરત્વે મળેલી સર્વપક્ષી બેઠકમાંથી શું ગાયબ હતું? કેટલાક પત્રકારોએ સર્જેલા અતિશયોકિત છતાં આ બેઠકમાંથી કંઇ ઝાઝો નીપજવાની અપેક્ષા ન હોવાછ તાં પાશેરામાં પહેલી પૂણી જેવી તો હતી અને તે સર્વગ્રાહી અભિગમની શરૂઆત કરાવનાર તો બની રહેવાની અપેક્ષા તો છે જ. અલબત્ત આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની જ ભાવનાત્મક ગેરહાજરી હતી. જમ્મુ-કાશ્મીર માત્ર શબ્દોમાં જ નહીં પણ એક વારના રાજય કે અત્યારના કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઉપસવાને બદલે કાર્યસૂચિ વગરની આ બેઠકમાં નરેન્દ્ર મોદીના શાસનમાં કાશ્મીરનું જ વર્ચસ્વ રહયું. જમ્મુ અને કાશ્મીરી પંડિતો માટે મોટાં મોટાં વચનો છેલ્લા સાત વર્ષમાં અપાયા હોવા છતાં આ મુદ્દા નેપથ્યમાં રહયા. ભરતીય જનતા પક્ષની કાર્યસૂચિમાં આ બે મુદ્દા છેલ્લા ત્રણ દાયકાથી અગ્રતા ક્રમમાં ન હોતા? છેક ભારતીય જનસંઘના દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પરિસ્થિતિ બદલવા ભારતીય જનતા પક્ષ રાજકીય પ્યાદાં તરીકે જમ્મુ અને કાશ્મીરી પંડિતોનો ઉપયોગ નહોતો કરતો?

જેમ વારંવાર કહેવાયું છે તેમ ભારતમાં લોકો, વધુ ચોક્કસ રીતે કહીએ તો મતદારોની યાદશકિત ટૂંકી હોય છે અને રાજકીય પક્ષો આ ખામીનો જુઠાણાન ફેલાવવા અને વારંવાર ફેલાવવા નિર્ભય બનીને ઉપયોગ કરતા હોય છે અને રાજકીય પક્ષો સગવડતાપૂર્વક પોતાના વચનો પરત્વે ભૂલકણાં બની જાય છે અને સત્તા મેળવવા પોતાનો પાયો વિશાળતર બનાવતા હોય છે.

આ સર્વપક્ષી બેઠકમાં જમ્મુ કે કાશ્મીરી પંડિતોને યોગ્ય પ્રતિનિધિત્વ નહીં આપવામાં નરેન્દ્ર મોદીની સરકાર અને શાસક ભારતીય જનતા પક્ષનું સગવડિયા ભૂલકણાંપણું હતું? આવું નથી જ પણ કાશ્મીર મુખ્ય મુદ્દો છે એ સ્વીકારવામાં કોઇ સંકોચ ન હોવો જોઇએ પણ સાથે સાથે તે એક જ મુદ્દો છે એમ સ્વીકારી તેને હાથ નહીં ધરવો જોઇએ. આવો અભિગમ ભૂતકાળમાં સફળ નથી થયો અને અત્યારે પણ તેમાંથી કંઇ વળતર મળવાની સંભાવના નથી.

જૂના જોગી અને પીન્થર્સ પાર્ટીના સ્થાપક પ્રો. ભીવસિંહ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પક્ષની આખી અગ્રણીઓની જમાતમાંથી કોઇને જમ્મુનો ઉલ્લેખ કરવાનું યોગ્ય નહીં લાગ્યું! ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સહિતના રાજયના નેતાઓ અને બે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ અને એક કેન્દ્રીય પ્રધાને પક્ષની સિધ્ધિ ગણાવવા ટોચની નેતાગીરીનો આદેશ અનુસરવાનો હતો, પણ જમ્મુ અને કાશ્મીરના ભારતીય જનતા પક્ષે જમ્મુનો સાચો મુદ્દો સંક્ષિપ્તમાં ઉખેળ્યો હોત કે કાશ્મીરી પંડિતોની વ્યથાની વાત કરી હોત તો તેમને કોણ રોકવાનું હતું! પક્ષની કેન્દ્રીય નેતાગીરી ખફા થઇ હોત? તો પણ શું થયું? કમસેકમ સ્થાનિક લોકોને તો લાગ્યું હોત કે તેઓ પોતાની ફરજ બજાવી રહયા છે. કોંગ્રેસ  એટલેક ે ગુલામ નબી આઝાદ સિવાય કોઇએ કાશ્મીરી પંડિતોની દશાની વાત નહોતી કરી, ભલે તે તેમના પુનર્વાસ પુરતી જ હતી.

આખી વાતનો સંદર્ભ જયાંથી તેની સૌથી ઓછી અપેક્ષા હતી ત્યાંથી આવ્યો હતો અને જયાંથી તેની સૌથી વધુ અપેક્ષા હતી ત્યાં ભીખ માંગવાને સ્વરૂપે ગયો હતો. જમ્મુ વિસ્તારના લોકોના લોકોનો ગુનો એક જ હતો કે તેમણે દાયકાઓ સુધી કોંગ્રેસ પર ભરોસો મૂકયો હતો અને હવે પંચાયતથી માંડીને લોકસભા સુધીની ચૂંટણીમાં સતત છ વાર ભારતીય જનતાપક્ષને મત આપ્યો. જમ્મુના લોકો હવે જયારે વિધાનસભાની ચૂંટણી આવે તેમાં ભારતીય જનતા પક્ષને મત આપે અથવા ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળનીસ રકાર રચાય તેવી અપેક્ષા તેઓ રાખતા હોયતો સર્વપક્ષી બેઠકમાં જમ્મુની વાત છેડાય એવી  અપેક્ષા તો રાખે જ ને?! આ કઇ રીતની માનસિકતા છે તેનું પ્રતિબિંબ છે અને તે બતાવે છે કે જમ્મુની કોઇને ગણતરી જ નથી. વિકાસ પ્રવૃત્તિઓ કરવાથી જમ્મુની ઓળખ અને વસવાટના અધિકારની રક્ષાના મુદ્દાનો ઉકેલ નથી આવતો. બંને કામ સાથે જ થવા જોઇએ.

હા, રાજયત્વ પાછું આપવાની અગ્રતા ટોચના ક્રમે છે કારણ કે તે એક વાર જે મહારાજાનું સમૃધ્ધ રાજય હતું તેની ઓળખનો પ્રશ્ન છે. આ બેઠકમાં વર્ચસ્વધારી ઉપસ્થિતિ ધરાવતી કાશ્મીરી નેતાગીરી કાશ્મીરીઓના અધિકાર અને ઓળખ માટે ચિંતાનો સૂર કાઢે તે મહત્વનું છે તો જમ્મુના લોકોને તેમના અત્યાર સુધી ગૂંગળાવી નાંખેલા અધિકા અને ઓળખ માટે કોઇ ચિંતા નથી? તેમનો સવિસ્તાર ઉલ્લેખ થવો જ જોઇતો હતો અને છે. આશા એવી રાખીએ કે હવે પછી આવી કોઇ ચર્ચાનું આયોજન થાય તેમાં જમ્મુનો મુદ્દો અવશ્ય છેડાય.

ભારતીય જનતા પક્ષ જમ્મુને જાણે ગજવે ઘાલીને ફરે છે! ‘જમ્મુને ભારતીય જનતાપક્ષને મતદાન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. એવી શાસક પક્ષની વારંવાર દોહરાતી દલીલ તેનો ઘમંડ અને બેદરકારી બતાવે છે. જમ્મુની ઓળખ, વસવાટના અધિકાર અને રાજકીય સશકિતકરણથી ઓછું કંઇ લાંબા ગાળાના હેતુ માટે ખપે તેવું નથી. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશને વધુ વિભાજિત કરવાના કે જમ્મુની વ્યથા સમજયા વગર પ્રયોગના ગુબ્બારા ઉડાવાથી ઓળખનો મુદ્દો ઉકેલાવાનો નથી. હકીકતમાં તેનાથી ગુંચવાડો વધશે જ. ઉકેલ એકત્રીકરણમાં છે, વધુ વિભાજનમાં નથી કારણ કે જમ્મુ-કાશ્મીર એક વ્યૂહાત્મક રાજય છે અને સરહદી રાજય છે એટલે ત્યાં ભાગલાખોરી રાષ્ટ્રીય હિતમાં નથી.

જમ્મુ-કાશ્મીર અને લડાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાનો માર્ગ આ ત્રણે પ્રદેશોની સમસ્યા ઉકેલવાનો સાચો માર્ગ હતો તો લડાખ માટે અલગ બેઠક કેમ? લાગે છે કંઇક ગરબડ છે. આ બેઠકમાં લેહ અને કારગીલના પ્રતિનિધિઓને શામેલ કરાયા હતા. 5મી ઓગસ્ટ, 2019 પહેલા આ બધી ગતિવિધ હાથ ધરાઇ હોત તો?

પ્રાદેશિક સશકિતકરણ અને ઓળખનો મુદ્દો કેન્દ્ર સ્થાને હોવો જોઇતો હતો પણ તેની તો કોઇએ ચર્ચા જ નહીં કરી! જમ્મુ-કાશ્મીરના ભાગલા પાડી કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાની કવાયતમાં લેહ વિભાગના લોકો સિવાય કોઇએ સ્વીકાર નથી કર્યો. વિચિત્રતા તો એ છે કે આ જ શાસને એક વખતના આ ધમધમતા રાજયનું કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રૂપાંતર કરી તરત જ વચન આપ્યું કે આ પ્રદેશોને તેમનું રાજયત્વ ‘ટૂંક સમય’માં પાછું આપવામાં આવશે. તો સવાલ એ છે કે તો તે લઇ શું કામ લીધું?           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top