અમદાવાદ: જમ્મુ-કશ્મીરમાં નકલી ડ્રાઈવિંગ લાઈસન્સનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર RTOમાં કામ કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જમ્મુ-કશ્મીરમાં (Jammu and Kashmir) 1000થી પણ વધારે રહેવાસીઓના આર્મી (Army) જવાનોના નામે નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ (Fake Driving license) ઈશ્યુ કર્યા હતા. નકલી લાઈસન્સ બનાવવાની જાણ થતા દેશની સુરક્ષા એજન્સીઓ (security agencies) ચિંતામાં મુકાઈ ગઈ હતી. આ લાઈસન્સની મદદથી તે લોકો એવા વિસ્તારોમાં જઈ શકે છે જ્યાં સામાન્ય લોકોને જવા પર રોક લગાવવામાં આવેલ હોય. હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 288થી વધુ લાયસન્સ રિકવર કર્યા છે. જ્યારે પોલીસને ઓટોમેટિક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ અલગ અલગ વસ્તુઓ પણ મળી આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI અને તેમના સ્ટાફને ઇન્ટેલિજન્સ સોર્સીસ દ્વારા ગુપ્ત બાતમી મળી હતી કે સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે યુવકો ગાંધીનગર RTOમાં એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ જમ્મુ-કશ્મીરના કેટલાક લોકોનાં નામના નકલી લાઈસન્સ બનાવી રહ્યા છે. ચાંદેખડા ખાતે આવેલી SMC હોસ્પિટક નજીક બંને યુવકો વાન લઈને નકલી ડ્રાઈવિંગ લાઈસન્સ કોઈને આપવા માટે આવ્યા છે. તેની મહિતી ક્રાઈમ બ્રાન્ચને મળતા તેમની અટકાયત કરવામાં આવી હતી. તે યુવકો પાસેથી 2 લેપટોપ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રબર સ્ટેમ્પ અને ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમની પુછપરછ કરતા સામે આવ્યું કે તેઓ એ 1000થી પણ વધુ આર્મી, સીઆરપીએફ, બીએસએફના જવાનો જમ્મુ- કાશ્મીરના રહેવાસીઓને નકલી ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવી ઇશ્યૂ કરાવ્યાં હતા.
લાઈસન્સદીઠ 5થી 6 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી
સંતોષસિંહ ચૌહાણ ભારતીય સુરક્ષા દળોના વિવિધ કર્મચારીઓ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું કામ કરતો હતો. સંતોષસિંહ ચૌહાણનો કેટલાક ઇસમોએ સંપર્ક કર્યો હતો. જેઓ જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓના નામે નકલી લાઈસન્સ બનાવામાં માંગતા હતા. આ માટે તેઓ તેને એક લાઈસન્સદીઠ 5થી 6 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી. ત્યાર બાદ તેણે લાલચમાં લાઈસન્સ બનાવી દેવાની હા પાડી દીધી હતી.
જવાનોની વિગતોનો ઉપયોગ નકલી દસ્તાવેજો બનાવવા માટે કરતો
આ પછી સંતોષસિંહ ચૌહાણ દ્વારા જમ્મુ અને કાશ્મીરમના ભારતીય સુરક્ષા દળના જવાનોની વિગતોનો ઉપયોગ નકલી દસ્તાવેજો બનાવવા માટે કરવામાં આવતો હતો. જે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેની સાથે ધવલ રાવત પણ જોડાયો હતો. આ બંનેએ 1000થી પણ વધુ નકલી લાયસન્સ બનાવ્યા હતા. આ લાયસન્સ બનાવાના પૈસા તેઓને ઓનલાઈન પેમેન્ટથી મળતા હતા. બંને આરોપીઓ હાલ કસ્ટડીમાં હોવાથી તપાસ ચાલુ છે.