મરકઝ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની સીમમાં NH-5 (કરાચી-તોરખામ હાઇવે) પર હતું. તે 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં યુવાનોને આતંકવાદી તાલીમ આપવામાં આવતી હતી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામા હુમલાનું કાવતરું અહીં ઘડાયું હતું. તેના હુમલાખોરોને પણ અહીં તાલીમ આપવામાં આવી હતી. આ ૧૫ એકરના સંકુલમાં મસૂદ અઝહર અને જૈશ-એ-મોહંમદના ડી ફેક્ટો ચીફ મુફ્તી અબ્દુલ રઉફ અસગર ઉપરાંત, જૈશના અન્ય ટોચના આતંકવાદી મૌલાના અમ્માર અને અન્ય લોકોના પરિવારો પણ અહીં રહેતા હતાં.
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે અહીં અડધી રાત્રે સ્ટ્રાઇક કરી હતી અને તેને ખંડેર બનાવી દીધું હતું. જેમાં પાંચ ટોચના આતંકવાદી માર્યા ગયા હોવાનો ખુલાસો થયો છે એટલું જ નહીં પાકિસ્તાનમાં પહેલી વખત જૈશ-એ-મોહંમદના આતંકવાદીઓના જનાજાના જુલુસનો અદભૂત નઝારો જોવા મળ્યો હતો. અહીં જે ટોચના આતંકવાદી માર્યા ગયા હતાં તેમાં. મુદસ્સર ખાદીયાન ખાસ જે લશ્કર-એ-તૈયબાનો એક ટોચનો આતંકવાદી, મુદસ્સર, જેને મુદસ્સર અથવા અબુ જુંદાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આતંકવાદી સંગઠનના મુખ્ય મથક મુરિદકેમાં મરકઝ તૈયબાનો હવાલો સંભાળતો હતો. તેના જનાજામાં પાકિસ્તાન સેનાના સેવારત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલે હાજરી આપી હતી.
હાફિઝ મુહમ્મદ જમીલ જૈશના વડા મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો હતો. કટ્ટરપંથી શિક્ષણ અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓમાં ઊંડાણપૂર્વક સામેલ હતો. યુવાનોની ભરતીઓના વૈચારિક પાયાને આકાર આપવામાં તેની ભૂમિકા હતી. જ્યારે મોહમ્મદ યુસુફ અઝહર મસૂદ અઝહરનો બીજો સાળો, યુસુફ અઝહર, જેને ઉસ્તાદ જી, સલીમ અથવા ઘોસી સાહેબ તરીકે પણ ઓળખવામાં આવરતો હતો, તેમણે જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે IC-814 ઇન્ડિયન એરલાઇન્સ હાઇજેકિંગ કેસના સંબંધમાં પણ વોન્ટેડ હતો, જેના કારણે 1999માં મસૂદ અઝહર મુક્ત થયો હતો.
ખાલિદ ઉર્ફે અબુ અક્શા લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો ખાલિદનો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો લાંબો ઇતિહાસ હતો. તે અફઘાનિસ્તાનથી શસ્ત્રોની દાણચોરીની કામગીરીમાં પણ સામેલ હતો. ફૈસલાબાદમાં તેમના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લાના ડેપ્યુટી કમિશનર હાજર રહ્યા હોવાનું કહેવાય છે. અન્ય એક ચોટનો આતંકવાદી મોહમ્મદ હસન ખાન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના જૈશના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો.