SURAT

સરકારના ભરોસે આ કામ કરનાર સુરત અને અમદાવાદના ઉદ્યોગપતિઓ ભેરવાયા

નોટબંધી દરમિયાન ઉદ્યોગપતિઓએ સરકાર ભરોસે કરોડો રૂપિયા કબૂલ કર્યા બાદ હવે આઈટીની તવાઈ

સુરત: 2016ના અંતમાં નોટબંધી લાગુ થયા પછી દેશભરમાં 1000 અને 500 રૂપિયાની નોટ સિસ્ટમમાંથી પરત ખેંચી લેવાયા પછી 99% રકમ સિસ્ટમમાં પરત આવી ગઈ હતી. જોકે કરદાતાઓનાં પાછલા આઇટી રિટર્ન ડેટા કરતાં સુરત અને અમદાવાદમાં 25,000 કરોડની રકમ વધુ જમા થઈ હોવાનો અંદાજ છે. નોટબંધી પછી એસેસમેન્ટ અને અપીલ ફેસલેસ હોવા છતાં કરદાતાઓને નોટિસો ઈશ્યુ કરાઈ છે.

  • આઈટી રિટર્નની સામે સુરત-અમદાવાદમાંથી 25,000 કરોડ વધારાના જમા થયાના અંદાજ સાથે આઈટીએ નોટીસો ઈશ્યુ કરવા માંડી
  • 2000 જેટલા કેસોમાં નોટબંધીનો અમલ પૂરો થયા પછી કરદાતાઓને વધુ આવકનો સોર્સ જણાવવા સ્પષ્ટતાઓ માંગવામાં આવી હતી. સુરતનાં એક મોટા ગજાના જવેલર્સને 169 કરોડની ડિમાન્ડ નોટિસ આપવામાં આવી હતી, સુરતનાં એક ફાઈનાન્સરને 500 કરોડની ડિમાન્ડ નોટિસ આપી ડિપોઝીટ જ્યાં જમા થઈ એ સહકારી બેંકના અધિકારીઓની પણ પૂછપરછ

સુરતમાં મોટાભાગે ડાયમંડ જવેલરી કંપનીઓ, ટેક્સટાઈલ વેપારીઓ, રિટેલરો, બિલ્ડરો, જવેલર્સને નોટબંધીના 6 વર્ષ પછી નોટિસો ઈશ્યુ થઈ રહી છે. 2000 જેટલા કેસોમાં નોટબંધીનો અમલ પૂરો થયા પછી કરદાતાઓને વધુ આવકનો સોર્સ જણાવવા સ્પષ્ટતાઓ માંગવામાં આવી હતી. સુરતનાં એક મોટા ગજાના જવેલર્સને 169 કરોડની ડિમાન્ડ નોટિસ આપવામાં આવી હતી. સુરતનાં એક ફાઈનાન્સરને 500 કરોડની ડિમાન્ડ નોટિસ આપી ડિપોઝીટ જ્યાં જમા થઈ એ સહકારી બેંકના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. રકમ વધવાનું કારણ આ પ્રકારની રકમ કારદાતાનાં રિટર્ન સામે વધુ બેન્કિંગ સિસ્ટમમાં જમા થઈ હોવાનું માનવામાં આવે છે.

ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા માટે આવકવેરા વિભાગમાં મુખ્યત્વે બે સિસ્ટમ ઓનલાઇન કરવામાં આવી હતી તેમાં એસેસમેન્ટ અને અપીલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બંને પ્રોસિઝર ફેસલેસ કરી દેવામાં આવી હતી જેથી અધિકારી જાણી ન શકે કે કેસ કયા ટેક્સપેયરનો છે. અને કરદાતાને ખબર ન પડે કે કેસ ક્યાં ચાલે છે, કયાં અપીલમાં મામલો ચાલી રહ્યો છે પણ આ ફુલપ્રુફ સિસ્ટમ છતાં ફેસલેસ અપીલમાં કરદાતાઓને ખુલાસો કરવા નોટિસ પાઠવવામાં આવી હોવાનું સીએ.જણાવી રહ્યાં છે.

આઇટી વિભાગમાં અપીલનાં પેન્ડિંગ કેસની સંખ્યા દેશભરમાં સાડા ચાર લાખ પર પહોંચી ગઈ છે. ફેસલેસની અને અપીલની સુનાવણી દેશના કોઈપણ ખૂણામાં થતી હોવાથી અત્યાર સુધી અધિકારી કરદાતાઓ સાથે રૂબરૂ થવાથી દૂર રહેતા હતાં એસેસમેન્ટ અને પછીથી અપીલને પણ ફેસલેસ કરી દેવામાં આવ્યુ હતુ. ચાર્ટડ એકાઉન્ટન્ટજે સબમીશન કરે છે તેમાં પોતાના લેટર હેડ, કે નંબરનો ઉપયોગ કરતા નથી. જેથી અધિકારી તેમનો સંપર્ક ન કરી શકે.

જવેલર્સ, હીરા વેપારી, બિલ્ડરોનાં મોટાભાગનાં કેસ અપીલમાં ચાલી રહ્યાં છે
નોટબંધી લાગુ થયા પછી જૂની નોટ ભરવાની મુદત પૂરી થઈ એ પછી રિટર્ન અને એસેસમેન્ટને આધારે વિભાગે જવેલર્સ, હીરા વેપારી, બિલ્ડરોને ડિમાન્ડ નોટિસ આપી હતી એ રકમ કરોડોમાં હોવાથી હાલ મોટાભાગનાં કેસ અપીલમાં ચાલી રહ્યાં છે. કેટલાક કેસોમાં ડિમાન્ડ નોટિસ સામે ટેક્સની રકમ ઓછી પણ થઈ છે. હાલ અપીલ કેસમાં ઓ્નલાઇન મેઇલ સિસ્ટમથી ચાલે છે. અધિકારીઓ કવેરી ઈમેલથી માંગે છે અને કરદાતાનાં સીએ. ઇ-મેઇલથી જ ઉતર આપે છે. સિસ્ટમ એવી રીતે કામ કરે છે કે કેસ ક્યાં ચાલે છે અને સામે કયો અધિકારી છે. તે જાણી ન શકાય પણ કેટલાક મામલામાં કરદાતાઓને કોલ આવી રહ્યાં છે.

શહેરના એક ફાઈનાન્સરનો 500 કરોડનો ડિમાન્ડ નોટિસનો મામલો
નોટબંધી દરમિયાન સુરતનાં એક મોટા ગજાના જવેલર્સને 169 કરોડની ડિમાન્ડ નોટિસ આપવામાં આવી હતી,એને લઈ વિવાદ પણ થયો હતો આ મામલો અત્યારે અપીલમાં પેન્ડિંગ ચાલી રહ્યો છે. સહકારી બેંકમાં મોટી ડિપોઝીટ કરનાર સુરતનાં એક ફાઈનાન્સર પાસે 500 કરોડની ડિમાન્ડ નોટિસનો મામલો પણ અપીલમાં પેન્ડિંગ છે. સુરતની અન્ય એક બેંકમાં આવેલી 650 કરોડની નોટ રિઝર્વ બેંકે શંકાને આધારે એક વર્ષ પછી સ્વીકારી હતી, એ પહેલાં આવકવેરા વિભાગને ખાતરી કરવા જણાવ્યું હતું. આવા મામલાઓમાં ડિપોઝીટ જ્યાં જમાં થઈ એ બેંકના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

Most Popular

To Top