સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી સૂર્યકાંત જણાવે છે કે દેશની ઉચ્ચ બંધારણીય કોર્ટ હોસ્પિટલની ઇમરજન્સી વોર્ડ ની સેવા જેવી જ છે. પ્રત્યેક નાગરિક પોતાના બંધારણીય અધિકાર, અભિવ્યક્તિ, વિચાર, વાણી સ્વાતંત્રની રક્ષા માટે અડધી રાત્રે પણ કોઈપણ ભેદભાવ વગર કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. આવનારા દિવસોમાં ધાર્મિક સ્વાતંત્ર અને મહિલાઓના અધિકારને લગતા કેસો જેવા કે શબરી માલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે, મસ્જિદ અને પારસી અગિયારીમાં તથા દાઉદી બોહરા સમાજમાં મહિલાઓના પ્રવેશ અને પ્રેક્ટિસ અંગેના કેસની સુનવણી માટે નવ જજોની ખંડપીઠ રચીને કેસનો કાયદેસર ઉપાય નિર્ણય ન્યાય કરશે, જે આગામી સમયમાં ભારતીય મહિલા સમુદાય અને વિશ્વસ્તરે ભારતીય નારીનું વૈધાનિક ,સંવિધાનિક, સામાજિક, રાજકીય, અને વિચાર વાણી અભિવ્યક્તિના સ્વાતંત્રનું ભાવિ સુનિશ્ચિત કરશે.
કુલ 146 કરોડની વસ્તીના અંદાજે 48.4 ટકા એટલે કે 70 કરોડ વસ્તી માતૃશક્તિ વાળું ભારત છે, કોઈપણ ધર્મ કે જ્ઞાતિની હોય માતૃશક્તિ એ દેશની કરોડરજ્જુ છે. કાયદો, વ્યવસ્થા, શિક્ષણ, મેડિકલ, નોકરી, વ્યવસાય, રાજકારણ, સેવા, સંસ્કૃતિ કલા, સાહિત્ય, અભિનય, સંશોધન, કે લીડર શીપ દરેક ક્ષેત્રે મહિલા શક્તિને સમાન તકની હિમાયત એ ભારતીય બંધારણનું જતન છે.
નવસારી- રાજન જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.