સુરત: લાર્સન એન્ડ ટુબ્રો (L&T), EPC પ્રોજેક્ટ્સ, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને સેવાઓમાં સંકળાયેલી ભારતીય બહુરાષ્ટ્રીય કંપની, પાંચ દાયકાથી વધુ સમયથી ભારતના સ્પેસ પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે. LVM3 M4 ચંદ્રયાન મિશનના પ્રક્ષેપણમાં L&T મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
- સ્પેસ મિશનમાં L&T ISROની પાંચ દાયકાની ભાગીદારી
- L&T, ઇસરોના મિશન મૂન ચંદ્રયાન-3ને શક્તિ પ્રદાન કરશે
એક હોલમાર્ક સિદ્ધિમાં L&T સબસિસ્ટમના ઉત્પાદનથી શરૂ કરીને મિશન ટ્રેકિંગ સુધી આ મિશનમાં સામેલ છે. L&T ઇસરોના મિશન મૂન ચંદ્રયાન-3ને શક્તિ પ્રદાન કરી રહ્યું છે, ચંદ્રયાન-3 ના મહત્ત્વના પાર્ટ્સ L&T હજીરા,પવઈ, કોઈમ્બતુરમાં બનાવવામાં આવ્યા છે. ચંદ્રયાન મિશન માટે ઇસરોનું હેવી-લિફ્ટ લોન્ચર LVM3 L&T ડિફેન્સમાં તૈયાર કરવામાં આવ્યું છે.
ચંદ્રયાન મિશન માટે LVM3 લોન્ચર કે જે ISROનું હેવી-લિફ્ટ લોન્ચર છે. જે ઇચ્છિત લંબગોળ ભ્રમણ કક્ષામાં ઓર્બિટર મોડ્યુલને લોન્ચ કરવા માટે તેની આવશ્યક પેલોડ વહન ક્ષમતા ધરાવે છે. S-200 આ લોન્ચ વ્હીકલ માટે સોલિડ પ્રોપેલન્ટ બૂસ્ટર બનાવે છે. L&T એન્જિનિયરિંગ હજીરા અને ડિફેન્સમાં એના સૌથી મહત્ત્વના ભાગો બનાવવામાં આવ્યા છે.
નિર્ણાયક બૂસ્ટર સેગમેન્ટ્સ, જેમ કે હેડ એન્ડ સેગમેન્ટ, મિડલ સેગમેન્ટ અને નોઝલ બકેટ ફ્લેંજ, 3.2 મીટરના વ્યાસ સાથે બનાવવામાં આવ્યા હતા, અને મહારાષ્ટ્રના પવઈમાં L&Tની ફેસિલિટી ખાતે પ્રૂફ પ્રેશરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિશનમાં અન્ય યોગદાન કોઈમ્બતુર ખાતે L&Tની હાઈ-ટેક એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાંથી ઉત્પાદિત ગ્રાઉન્ડ અને ફ્લાઈટ એમ્બિલિકલ પ્લેટની સપ્લાય સામેલ છે. L&T ભારતીય અવકાશ કાર્યક્રમ માટે લોન્ચ વ્હીકલના સિસ્ટમ એકીકરણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ L&T ડિફેન્સના એ.ટી.રામચંદાનીએ જણાવ્યું હતું કે, “અમને ISRO સાથે દેશના મહત્ત્વના અવકાશ કાર્યક્રમોમાં ભાગીદારી કરવાનો વિશેષાધિકાર મળ્યો છે. જેના માટે L&T એ તેના નોંધપાત્ર એન્જિનિયરિંગ કૌશલ્ય, ઉત્પાદન કુશળતા અને કુશળ કર્મચારીઓનું યોગદાન આપ્યું છે. અવકાશ ક્ષેત્ર ભારતીય ઉદ્યોગ માટે ખૂલી રહ્યું છે અને અમે ભવિષ્યના અવકાશ કાર્યક્રમોમાં મોટી ભૂમિકા ભજવવા માટે ISRO સાથેના આ લાંબા જોડાણનો લાભ લઈશું.’’
…….બોક્સ………….
મિશન ચંદ્રયાન L&Tમાં તૈયાર થયેલા પાર્ટ્સ આ પરિક્ષણોમાં ખરા ઊતર્યા
— સ્પેસ હાર્ડવેરનું ઉત્પાદન L&Tની હાઇ-ટેક એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવ્યું હતું, જે ભારતના ત્રીજા ચંદ્ર મિશન માટેની કડક ગુણવત્તા અને સમયરેખાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ તમામ સબસિસ્ટમ સમય કરતાં પહેલાં વિતરિત કરવામાં આવી છે.
— સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે L&T દ્વારા બનાવવામાં આવેલા પ્રિસિઝન મોનોપલ્સ ટ્રેકિંગ રડાર (PMTR)નો ઉપયોગ લોન્ચ વાહનોના ઝડપી અધિગ્રહણ અને ટ્રેકિંગ માટે કરવામાં આવે છે. L&T એ સંશોધન મિશન માટે જરૂરી બ્યાલાલુ ખાતે ડીપ સ્પેસ નેટવર્કિંગ એન્ટેના પણ કાર્યરત કર્યું છે.
— L&T, ISROના લાંબા ગાળાના વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે, વખાણાયેલા ચંદ્રયાન-1 અને 2, ગગનયાન અને મંગલયાન મિશન સહિત ISROના દરેક મિશન માટે હાર્ડવેરની શ્રેણીના ઉત્પાદનમાં સામેલ છે.
— ચંદ્રયાન મિશનમાં LVM3 લોન્ચર કે જે ISROનું હેવી-લિફ્ટ લોન્ચર છે, તેને ચંદ્રયાન મિશન માટે ઓળખવામાં આવે છે, જે ઇચ્છિત લંબગોળ ભ્રમણ કક્ષામાં ઓર્બિટર મોડ્યુલને લોન્ચ કરવા માટે તેની આવશ્યક પેલોડ વહન ક્ષમતા ધરાવે છે. S-200 આ લોન્ચ વ્હીકલ માટે સોલિડ પ્રોપેલન્ટ બૂસ્ટર બનાવે છે.