Entertainment

ઇઝરાયેલમાં બહેનની હત્યા બાદ ‘નાગિન’ ફેમ અભિનેત્રી મધુરા નાયકનું છલકાયું દર્દ

નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસના યુદ્ધને (Israel-Hamas War) કારણે ઘણાં માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધને 2 દિવસથી વધારે થઇ ગયા હોવા છતાં હજી સુધી યુદ્ધની સ્થિતિમાં કોઇ સુધાર જોવા મળ્યો નથી. આ વચ્ચે ટીવી એક્ટ્રેસ (Actress) મધુરા નાયક (Madhura Naik) પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. નાગિન એક્ટ્રેસની બહેન અને બનેવી ઇઝરાયેલ (Israel) યુદ્ધમાં મૃત્યુ (Death) પામ્યા છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો પોસ્ટ કરીને કર્યો છે.

મધુરાએ જણાવ્યું કે તેની બહેન ઓદયા અને તેના પતિને 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ તેમના બાળકોની સામે મારી નાખ્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ દર્દનાક દ્રશ્ય શેર કર્યું છે. મધુરા આ વીડિયોમાં કહે છે કે, હું, મધુરા નાઈક, ભારતીય મૂળની યહૂદી છું. હવે ભારતમાં અમારી સંખ્યા માત્ર 3000 છે.

તેણે વધુમાં કહ્યું કે 7 ઓક્ટોબરે અમે અમારા પરિવારમાંથી એક પુત્રી અને એક પુત્ર ગુમાવ્યા. મારી પિતરાઈ બહેન ઓદયા અને તેના પતિની તેમના બે બાળકોની સામે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આજે હું અને મારો પરિવાર જે દુ:ખ અને લાગણીઓનો સામનો કરી રહ્યા છીએ. તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આજ સુધી ઇઝરાયેલ પીડામાં છે, તેના બાળકો, તેની મહિલાઓ અને તેની શેરીઓ હમાસના ગુસ્સાની જ્વાળામાં સળગી રહી છે, હમાસના આતંકવાદીઓ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને નબળાઓને નિશાન બનાવી રહ્યા છે.

મધુરાએ વીડિયોમાં વધુમાં જણાવ્યું કે પેલેસ્ટાઈન વિરુદ્ધ પોસ્ટ કરવા બદલ તેનું અપમાન કરવામાં આવ્યું કારણ કે તે યહૂદી છે. વીડિયો સિવાય મધુરાએ તેની પિતરાઈ બહેન અને તેના બાળકોના ફોટા પણ શેર કર્યા છે. આ ફોટામાં તેની બહેન હસતી જોવા મળી રહી છે. આગળના ફોટામાં અભિનેત્રીની બહેન તેના પતિ અને બે પુત્રીઓ સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મધુરા ટીવી સીરિયલ નાગીનમાં જોવા મળી છે.

Most Popular

To Top