Charchapatra

‘સ્તન ટેક્સ’ હોય ખરો? હતો

આપણે ત્યાં સ્માર્ટ મોબાઈલ ફોન આવ્યા પછી સોશ્યલ મિડિયા ઉપર જાતજાતની માહિતીઓનો ધોધ વહી રહ્યો છે. જેમાં હિંદુત્વવાદ પણ સામેલ છે. 500/700 કે 1000 વર્ષ પહેલાંની ઘટનાઓ બઢાવી ચઢાવીને શેર કરાઈ રહી છે. મુગલ બાદશાહોના હરમ કે જનાન ખાનાઓની રંગરેલીઓથી લઈને એમની હિંદુઓ સાથેની ક્રૂરતા ચગાવાઈ રહી છે પરંતુ હિંદુસ્તાનના હિંદુ રાજાઓ દૂધે ધોયેલા ન હતા. અંદરોઅંદરનો કુસંપ-રાણીઓની ફોજ સાથે એય રંગ રાગમાં ડૂબેલા હતા. મુગલ શહેનશાહ ઔરંગઝેબ દ્વારા હિંદુઓ ઉપર ગજીયા વેરો લદાયેલો, પરંતુ ત્રાવણકોરના હિંદુ રાજાએ તો હદ વટાવેલી. જે મુજબ 1859 થી 1924 સુધી ત્રાવણકોર સ્ટેટમાં સ્ત્રીઓ ઉપર સ્તનટેક્સ યાને કે વક્ષવેરો લાદવામાં આવ્યો હતો.

રાજઘરાનાની સ્ત્રીઓ સિવાય કોઈ સ્ત્રી શરીરના ઉપલા ભાગે કપડાં પહેરી શકતી નહીં, ધનવાન શેઠિયાઓની અને ઉચ્ચ ઘરોની સ્ત્રીઓ છાતી ઢાંકતી, પરંતુ એમણેય મંદિરોમાં બ્રાહ્મણ પુજારીઓ સામે ઉપરનાં વસ્ત્રો ઉતારવાં પડતાં કેમકે બ્રાહ્મણ પુજારીઓ પોતાને ઈશ્વરના વંશજો ગણાવતા, જેની સામે કંઈ જ છુપાવી ન શકાય! હિંદુ રાજાના આ શર્મનાક કાયદાનો વિરોધ કરવા નંગેલી નામની એક ત્રાસેલી દલિત મહિલાએ પોતાનાં બંને સ્તન કરારથી કાપીને રાજાના સેવકોને આપી દીધા હતા અને કહેલું હવે સ્તન ન હોવાથી મારે ટેક્સ નહીં ભરવો પડે. પરંતુ આ સ્તબ્ધ કરનારી ઘટના બન્યા બાદ વધુ પડતું લોહી વહી જવાને કારણે એ વિરોધ કરનારી સ્ત્રીનું મોત થયેલું. આ મૃત્યુને કારણે ત્રાવણકોરની પ્રજાએ રાજા સામે વિદ્રોહ કરેલો, જેને ભારતના ઈતિહાસમાં નંગેલી વિદ્રોહ તરીકે સ્થાન મળ્યું છે. રાજાને વિફરેલી પ્રજાના વિરોધ સામે ઝૂકીને સ્તનટેક્સ દૂર કરવો પડેલો. આવી શર્મનાક ઘટનાઓથી આપણો ઈતિહાસ ભરેલો છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વરઘોડા, શોભાયાત્રામાં ફોક્સ લાઈટ
લગ્નમાં વરઘોડામાં લાઈટ જરૂરી છે. જેથી ચાલનારની સલામતી રહે, પણ ફોક્સ લાઈટ, પાંચેકની સંખ્યામાં રંગીન હોય. જે અન્ય રાહદારી વાહનચાલકને આંજી નાખે છે. પરિણામે તકલીફ ઊભી થાય છે. ગણપતિ ઉત્સવમાં દાદાને લેવા જતી વખતે પણ આ ફોક્સ લાઈટનો ઉપયોગ થાય છે. એની પરવાનગી રદ કરવી જોઈએ. ટ્રકમાં લોખંડના સળિયાના અણીદાર ભાગ પાછળ લટકતા હોય છે. જેમાંથી પાછળ આવતાં વાહનોને નુકસાન થયું છે અને ભવિષ્યમાં થશે. જે ગોળ વળેલો ભાગ લટકતો રહે અને અણીદાર ભાગ ટ્રક, ટેમ્પો કે જે વાહન હોય તેની અંદર રહે તો પ્રશ્ન હલ થાય. આ કાયદાકીય રીતે થાય. કાદવમાંથી નીકળતી ટ્રકના ટાયર રોડ ઉપર કાદવ ફેલાવે છે. જેની ઉપરથી ‘ટુ વ્હીલ’’ સાધન સ્લીપ થવાની સંભાવના છે. આ અંગે ઘણી સાવચેતી કાયદાકીય રીતે પણ થવી જરૂરી છે.
અછારણ- ભગવતી છ. પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top