શબ્દકોશમાં પોલીસ રાજયની વ્યાખ્યા આ મુજબ આપવામાં આવી છે. જાણીતી કાનૂની પ્રક્રિયાને બદલે સરકાર દ્વારા નિયમિત વહીવટી અને ન્યાય તંત્રના સ્થાને પોલીસો અને ખાસ કરીને છૂપા પોલીસ તંત્ર દ્વારા સત્તાના આપખુદી ઉપયોગ દ્વારા રાજકીય, આર્થિક અને સામાજિક જીવનના નિયંત્રણ માટે સરકારના જુલ્મી નિયંત્રણનું લક્ષણ ધરાવતું રાજકીય એકમ. આનો અર્થ એ થયો કે જે રાષ્ટ્રમાં સરકારી સંસ્થાઓ દ્વારા મુલ્કી સમાજ અને સ્વાતંત્ર્ય પર અતિશય નિયંત્રણ કરાય છે. કારોબારી દ્વારા રાજકીય સત્તા અને કાયદા વચ્ચે નહીંવત્ તફાવત હોય અથવા બિલકુલ તફાવત નહીં હોય તેવું સ્થળ. જે રાષ્ટ્રો સામાન્ય રીતે લોકશાહી નથી તે પોલીસ રાજયોના ઉદાહરણ છે. આજનું ચીન, કાસ્ત્રોની હકૂમત હેઠળનું કયૂબા, કિમ વંશના શાસન હેઠળનું ઉત્તર કોરિયા, સાઉદી અરબિયા, મ્યાનમાર, આ બધાં પોલીસ રાજયો છે.
ભારત પોલીસ રાજય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં બીજા એક પ્રશ્નનો જવાબ આપો: લોકશાહી પોલીસ રાજય બની શકે? હા. આપણા સમયમાં રશિયા આવું એક ઉદાહરણ છે. દલીલ એવી થઇ શકે કે રશિયા સાચી લોકશાહી નથી અને તેની ચૂંટણીઓ ખામીભરી છે. તે સાથે આપણા સહિતનાં અનેક રાજયો માટે એવી દલીલ થઇ શકે. ખરો પ્રશ્ન એ છે કે રાજયનો આવેગ નાગરિકોની વધુ સ્વતંત્રતા તરફ જવાનો છે કે વધુ નિયંત્રણો મૂકી પોલીસ રાજય બનાવવાનો?
તા. ૧૧ મી જુલાઇ, ૨૦૨૨ ના દિને ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકશાહી કદી પોલીસ રાજ નહીં બની શકે. જુદી જુદી વ્યકિતઓને જામીન આપવાના મામલે આ વિધાન કરવામાં આવ્યું હતું અને કોર્ટે નોંધ્યું હતું કે ભારતના કેદ ખાનામાં મોટા ભાગનાં લોકો કાચા કામનાં કેદી છે. મતલબ કે એવાં લોકો કે જેમના પર આરોપ મૂકાયો છે પણ કસૂરવાર નથી ઠેરવાયા.
કોર્ટે કહ્યું કે લોકોની ધરપકડ કરી ખટલો ચલાવતાં પહેલાં તેમને જેલમાં મોકલવાનું કૃત્ય સંસ્થાનવાદી ભારતની માનસિકતા જાહેર કરે છે. ધરપકડથી સ્વતંત્રતા પર કાપ પડે છે અને તે રાક્ષસી પગલું છે તેથી તે જવલ્લે જ વપરાવું જોઇએ. લોકશાહીમાં એવી છાપ પડવી જોઇએ નહીં કે તે પોલીસ રાજય છે કારણ કે વૈચારિક રીતે બંને એકબીજાના વિરોધી છે. કોર્ટ એવું કહેવા માંગતી હોય તેમ લાગે છે કે આપણે લોકશાહી હોવા છતાં પોલીસ રાજની જેમ વર્તવા માંડયા છે.
આ ઘટનાના થોડા જ દિવસોમાં સુપ્રીમ કોર્ટની અન્ય એક બેંચમાં લોકોની મિલ્કત જપ્ત કરવાના અને તેમને અટકાયતમાં લેવામાં અન્ફોર્સમેન્ટ ડિરેકટોરેને લગભગ અમર્યાદિત સત્તા છે. વ્યકિતગત સ્વતંત્રતાની તરફેણ કરતા સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાનો આ ચુકાદાથી છેદ ઊડી જતો હતો. હવે ફરી એક વાર નાણાંનાં કાળાં-ધોળાં કરવાના આરોપનો સામનો કરી રહેલી વ્યકિતને જેલમાં નાંખી શકાશે અને એક વાર જેલમાં નંખાયેલી વ્યકિતને કસૂરવાર ઠર્યા વિના પણ બહાર આવવાનું અશકય થઇ પડશે કારણ કે આ સાબિતીનો બોજ ઉલટાઇ ગયો છે. અનલોફુલ એકટીવિટીઝ (પ્રીમેન્ટાન) એકટ, અથવા યુ.એ.પી.એ. જેમાં શક પરથી એક વાર જેલમાં નંખાયેલાં લોકોએ છૂટવાની આશા રાખવાની નથી.
આવા અન્ય કેટલાક કાયદાઓ પણ છે, જેમાં પોતાની નિર્દોષતાની સાબિતી આપવાની જવાબદારી આરોપીની બની ગઇ છે. ગૌમાંસ પોતાના કબ્જામાં હોવું, હિંદુઓ અને મુસલમાનો વચ્ચે આંતરધર્મી લગ્નો પર પ્રતિબંધ, કેફી પદાર્થ પોતાના કબજામાં હોવા વગેરે એવી પરિસ્થિતિ છે, જેના તમામ કાયદાઓમાં સત્તાની સમતુલા રાજયની તરફેણમાં છે. વ્યકિત રાજય કરતાં ઘણી નબળી છે અને તેને સમકક્ષ અથવા વધુ શકિતશાળી ધારી લેવામાં આવી છે. ખરેખર આવું નથી. તેથી જ રાજકીય વિરોધીઓ અને કર્મશીલોને તેઓ ગુનેગાર ઠરે તે પહેલાં જેલમાં નાંખી દેવાનું કૃત્ય ખોટું છે.
ભારત કદી કોઇ ચોકકસ દિશામાં આગળ વધ્યું નથી અને આપણો ઇતિહાસ બતાવે છે કે આપણું બંધારણ આપણને જે માર્ગ બતાવે છે તેનાથી અલગ રીતે આપણે પોલીસ રાજ બનવાની દિશામાં રહ્યા છીએ. નાગરિક સ્વાતંત્ર્ય અને કાયદાની ઐસી કી તૈસી કારણકે રાજયને નિયંત્રણની ઇચ્છા હોય છે અને તે ગભરાય છે. રાજય ટાડા કે પોટા જેવી સંપૂર્ણ આપખુદીનો દુરુપયોગ કરી નાંખશે તેવા ડરથી આપણે કંઇ બોલતા નથી.
રાષ્ટ્ર તરીકે આપણી સરકારને અને તેના રાક્ષસી સત્તાઓનો દુરુપયોગ કરતા અધિકારીઓને સજા આપવાની આપણી અશકિતને કારણે તેઓ પાછા ને પાછા આવતા રહે છે. આપણે જાણીએ છીએ કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનું કસૂરવાર ઠેરવવાનું પ્રમાણ ૧% થી ઓછું છે પણ તેના દ્વારા આ કારણ વિરોધીઓ પર દરોડા પાડવાનું પ્રમાણ ૨૦૧૪ કરતાં ૨૫ ગણું વધી ગયું છે. તો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને વધુ સત્તા કેમ? ઘણાં લોકોને રાજયની અમર્યાદ સત્તા જોઇએ છે. આ વલણ ન્યાય તંત્રમાં કેટલાકમાં સ્થાન લે છે જેઓ લોકો કરતાં રાજયના હકકોને વધુ મહત્ત્વ આપે છે. આ રાક્ષસી કાયદાઓ પણ જશે.
આપણું બંધારણ કહે છે કે આપણા વ્યકિતને હાનિ પહોંચાડવાની રાજયની સત્તા પર વધુ નિયંત્રણ મૂકી વ્યકિતની વધુ સ્વતંત્રતા તરફ જઇશું. અત્યારના આપણા કપરા સમયમાં પણ આપણા હકક અને સ્વતંત્રતા પર આવતાં દબાણને ખાળવાનો પડકાર છે. આપણે પોલીસ રાજયના ન હોઇએ અને તેની વૃત્તિ પણ ન ધરાવતા હોઇએ તે સ્થિતિમાં આપણે આવવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.