Sports

IPL પર આફતના વાદળો: મેચ રમાય કે ન રમાય આજે વિજેતા મળશે તે નક્કી

IPL 2023 ની ફાઇનલ મેચ (Final Match) 28 મે રવિવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાવાની હતી પરંતુ વરસાદને (Rain) કારણે મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. આ કારણોસર હવે IPL 2023 ની ફાઇનલ મેચ રિઝર્વ ડે એટલેકે સોમવાર 29 મેના રોજ રમાશે. જો વરસાદને કારણે આજે પણ મેચ નહીં રમાય તો ગુજરાત ટાઇટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે. તેનું કારણ એ છે કે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે હતી. બીજી તરફ CSKની ટીમ બીજા નંબર પર હતી. જોકે ક્રિકેટ પ્રેમીઓ એવું ઇચ્છે છે કે આજનો ફાઈનલ મુકાબલો સંપૂર્ણ ઓવરો સાથે માણી શકાય.

કેવું રહેશે અમદાવાદનું તાપમાન?
સોમવારે અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. જોકે 40 ટકા વરસાદની શક્યતા પણ છે. બપોર પછી પણ વાદળછાયું રહેવાની ધારણા છે. પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. વાવાઝોડાની પણ અપેક્ષા છે. આ સિવાય હળવો ઝરમર વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન વરસાદની શક્યતા છે. જોકે વરસાદ હોય કે આજે મેચ રદ થાય તો પણ આજે આઈપીએલ ચેમ્પિયન મળી જશે તે નિશ્ચિત છે. વિશ્વની આ સૌથી મોટી લીગની સફર આજે જ સમાપ્ત થઈ જશે.

રવિવારે આઈપીએલની ફાઈનલ મેચની બધા લોકો રાહ જોઈ રહ્યા હતા પરંતુ વરસાદના કારણે આ મેચ ધોવાઈ ગઈ હતી. ફાઈનલ મેચ હતી તેથી રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રિઝર્વ ડે એટલે કે બીજા દિવસે ફરી મેચ રમાશે. આજે સોમવારે ફરી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. IPL ટ્રોફી માટેની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ટ્રોફી કોણ ઉઠાવશે, ધોની કે હાર્દિક? આ પ્રશ્ન વચ્ચે આજે પણ વરસાદની આગાહી છે. સવાલ એ છે કે અનામત દિવસે પણ રમત નહીં રમાય તો શું થશે?

વન-ડે અને ટી20 મેચોની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે. જોકે આ અંગે પણ અલગ-અલગ નિયમો છે. T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલ અને ફાઇનલ મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે. આ સિવાય કેટલીક અન્ય સ્પેશિયલ સિરીઝમાં ફાઇનલમાં જ રિઝર્વ ડે હોય છે. આઈપીએલમાં ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જે દિવસે વરસાદ પડે અને મેચ અધૂરી રહે કે પૂરી ન થાય તે દિવસે મેચ બીજા દિવસે યોજાશે.

કોણ બનશે વિજેતા?
વધુ પડતા વરસાદ અને વિલંબને કારણે 20 ઓવરની મેચ 5-5 ઓવરની કરી શકાય છે. એટલે કે છેલ્લે ઓછામાં ઓછી દસ ઓવરની રમત તો હોવી જ જોઈએ. મતલબ એક ઇનિંગમાં ઓછામાં ઓછી 5 ઓવરની મેચ. જો બંને ટીમો 5-5 ઓવર રમશે તો મેચનો નિર્ણય થઈ શકે છે. જો દસ ઓવર પછી પણ કોઈ પરિણાન ન આવે તો સુપર ઓવર રમવામાં આવશે. સુપર ઓવરમાં બંને ટીમોને એક-એક ઓવર રમવાની તક મળશે અને જે ટીમ તેમાં આગળ હશે તે જીતશે. જો સુપર ઓવર ન થઈ શકી તો પણ IPLમાં કોણ વિજેતા બનશે તે જૂની મેચોના આધારે નક્કી કરવામાં આવશે.

જો રિઝર્વ ડે પર પણ કોઈ રમત શક્ય ન હોય તો લીગ મેચના પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે ગુજરાત ટાઇટન્સ જે લીગ તબક્કામાં તેમની નિર્ધારિત 14 મેચો પછી ટેબલમાં ટોચ પર છે તે જીતશે. સમયની વાત કરીએ તો મેચ તેના નિર્ધારિત સમયે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સાંજે 7.00 વાગ્યે થશે. જો કે આજે પણ વરસાદની સંભાવના છે. હાલની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં આકાશ વાદળછાયું છે. સ્થાનિક અહેવાલો અનુસાર આગામી કેટલાક કલાકોમાં વરસાદ પડી શકે છે.

Most Popular

To Top