Sports

સનરાઇઝર્સ હૈદરાબાદે T20 ઇતિહાસમાં સૌથી મોટો પાવરપ્લે સ્કોર બનાવ્યો, ટ્રેવિસ હેડની સુનામી

સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી ક્રિકેટ (Cricket) મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બેટિંગ કરવા આવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ પહેલા બોલિંગ કરવાની પંતની થિયરીને ખોટી સાબિત કરી હતી. બંનેએ ખૂબ જ ઝડપી બેટિંગ શરૂ કરી હતી. તેમણે પાવરપ્લેમાં એટલે કે 6 ઓવરમાં ધુંવાધાર 125 રન બનાવ્યા. આ T20 ક્રિકેટમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. પાવરપ્લેમાં આજ સુધી દુનિયાની કોઈ ટીમ આટલો મોટો સ્કોર નથી બનાવી શકી. આ દરમિયાન ટ્રેવિસ હેડે (Travis Head) પાવરપ્લેમાં 84 રન અને અભિષેક શર્માએ 40 રન બનાવ્યા હતા.

ટ્રેવિસ હેડે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સુનામી સર્જી અને માત્ર 32 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેડે ઘણા શોટ ફટકાર્યા જેની ભાગ્યે જ કલ્પના દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે કરી હશે. બધા જાણતા હતા કે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ દિલ્હીના મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ બેટથી ચમત્કાર સર્જવા માંગશે પરંતુ બોલિંગની હાલત આટલી ખરાબ હશે તેવું ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે.

IPLની 17મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. આ સિઝનમાં તેણે બે મેચમાં 250+ રન બનાવ્યા છે. જ્યાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 287 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સની ટીમ એવી માનસિકતા સાથે આવી રહી છે કે પાવર પ્લેમાં જ આટલો મોટો સ્કોર કરવો જોઇએ કે વિરોધી ટીમને વાપસી કરવાનો મોકો ન મળે. તે પોતાના ઓપનિંગ બેટ્સમેનોના દમ પર આ પ્લાન પણ પૂરો કરી રહ્યા છે. આ મેચમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે માત્ર 38 બોલમાં 131 રન જોડ્યા હતા. પ્રથમ વિકેટ માટે આ સૌથી ઝડપી સદીની ભાગીદારી છે.

  • IPLમાં પ્રથમ 10 ઓવર પછીનો સર્વોચ્ચ સ્કોર
  • 158/4: SRH vs DC, દિલ્હી, 20 એપ્રિલ, 2024
  • 148/2: SRH vs MI, હૈદરાબાદ, 2024
  • 141/2: MI vs SRH, હૈદરાબાદ, 2024
  • 135/1: KKR vs DC, વિઝાગ, 2024
  • IPLમાં SRH માટે પાવર પ્લેમાં સર્વોચ્ચ સ્કોર
  • 84(26): ટ્રેવિસ હેડ vs દિલ્હી કેપિટલ્સ, દિલ્હી, 20 એપ્રિલ, 2024 (આજે)
  • 62(25): ડેવિડ વોર્નર vs કોલકાતા નાઈટ રાઈડર્સ, હૈદરાબાદ, 2019 59(20): ટ્રેવિસ હેડ વિ મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
  • 59*(23): ડેવિડ વોર્નર vs ચેન્નાઈ સુપર કિંગ્સ, હૈદરાબાદ, 2015
  • IPLમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર
  • 125/0: SRH vs દિલ્હી કેપિટલ્સ, 2024*
  • 105/0: કોલકાતા નાઈટ રાઈડર્સ vs આરસીબી, 2017
  • 100/2: ચેન્નાઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ, 2014
  • 90/0: ચેન્નાઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ, 2015
  • 88/1: કોલકાતા નાઈટ રાઈડર્સ vs દિલ્હી કેપિટલ્સ, 2024*

Most Popular

To Top