Sports

IPL: કે. એલ. રાહુલ 100મી મેચમાં 100 ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

મુંબઈઃ લોકેશ રાહુલે (K L Rahul) ફરી એકવાર કરી બતાવ્યુ કે તેને ક્લાસિકલ રાહુલ કેમ કહેવામાં આવે છે. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (Indian Premier League) સુપર શનિવારની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે સદી ફટકારી (Scored a century) હતી. રાહુલ માટે આ સદી યાદગાર બની ગઈ કારણ કે તેઓ આજે તેમની 100મી આઈપીએલ મેચ પણ રમી રહ્યા હતા. ટૂર્નામેન્ટની 100મી મેચમાં 100 ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બન્યા છે.

  • માત્ર 56 બોલમાં સદી ફટકારી
  • 100 મેચ બાદ રાહુલે IPLમાં 3508 રન બનાવ્યા
  • ઐતિહાસિક ઇનિંગ્સમાં 5 સિક્સર ફટકારી હતી
  • આ જ ટીમ સામે 5 અડધી સદી પણ ફટકારી છે

મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમાયેલી ઈનિંગમાં કેએલ રાહુલે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રાહુલે સંપૂર્ણ 20 ઓવર બેટિંગ કરી અને ટીમ માટે એક છેડો પકડી રાખ્યો. કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 60 બોલ રમ્યા અને 103 રન બનાવ્યા. આ આઈપીએલનો અત્યાર સુધીનો આ સર્વોચ્ચ સ્કોર છે. કેએલ રાહુલ પહેલા જોસ બટલરે આ સિઝનમાં સદી ફટકારી છે. જોસ બટલરે પણ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સદી ફટકારી હતી અને 100 રન બનાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ સામે રાહુલની આ બીજી અને આઈપીએલ કારકિર્દીની ત્રીજી સદી છે. IPL ઈતિહાસમાં સૌથી વધુ સદી વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ ગેલના નામે છે. જેમણે કુલ 6 સદી ફટકારી છે. જ્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ IPLમાં અત્યાર સુધીમાં 5 સદી ફટકારી છે. 100 મેચ બાદ રનના મામલામાં માત્ર ક્રિસ ગેલ રાહુલથી આગળ છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રાહુલની આ બીજી સદી હતી. તેણે આ જ ટીમ સામે 5 અડધી સદી પણ ફટકારી છે. હવે 100 મેચ બાદ રાહુલે IPLમાં 3508 રન બનાવ્યા છે. આઈપીએલની 100 મેચમાં ગેઈલ 3578 રન સાથે ટોપ પર છે. વોર્નર 3304 રન સાથે ત્રીજા નંબર પર છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને લખનઉ સુપર જાયન્ટ્સને (Lucknow Super Giants) બેટિંગ સોંપી હતી. ઓપનિંગમાં આવેલા કેપ્ટન રાહુલે 20મી ઓવર સુધી એક છેડો પકડી રાખ્યો હતો. નબળા બોલને હરાવી, પછી સારા બોલ પર સ્ટ્રાઇક ફેરવી, તેના કારણે સ્કોર 199/4 સુધી પહોંચ્યો.

Most Popular

To Top