Sports

IPL 2022 ફાઈનલ: ક્લોઝિંગ સેરેમની શરૂ, રણવીર સિંહે કર્યું ધમાકેદાર પરફોર્મન્સ, અક્ષય કુમાર પણ પહોંચ્યા

અમદાવાદ: દુનિયાનો લોકપ્રિય ક્રિકેટ લીગ અટેલ કે ઈન્ડિયન પ્રિમયર લીગ (IPL) ફાઈનલ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાઈ રહી છે. આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) ફાઇનલ (Final) મેચ રાત્રે 8.00 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ યોજાવાની છે. આ સાથે જ દુર દુરથી ભારે ઉત્સાહ સાથે દર્શકો આવ્યા છે. લોકો ગુજરાત ટાઈટન્સનીની હાર્દિક પંડયાની 33 નંબરવાળી ટી-શર્ટ પહેરીને ટીમનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા છે. સાંજે 6.30 વાગ્યાથી IPLની ક્લોઝિંગ સેરેમની શરૂ થઈ છે. દરમ્યાન રણવીર સિંહે સ્ટેડિયમમાં પોતાની છટા બિખેરી ધમાકેદાર પરફોર્મન્સ કરી દર્શકોને જલસા પાડી દીધા હતા.

પ્રથમવાર IPL રમી રહેલી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી હોવાથી ગુજરાતી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ રાજસ્થાનથી પણ ઘણા દર્શકો ગુજરાતની ટીમને સ્પોર્ટ કરવામાં આવ્યા છે.

IPLની પ્રથમ સિઝન વર્ષ 2008માં રમાઈ હતી અને આ સિઝનની ફાઈનલ મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આઈપીએલની આ પ્રથમ સિઝન હતી. આ કારણે તમામ ટીમો પ્રથમ વખત ટૂર્નામેન્ટનો ભાગ બની હતી. આ પછી સાત ટીમ આઈપીએલનો ભાગ બની, પરંતુ ગુજરાત સિવાય કોઈ ટીમ તેની પ્રથમ સિઝનમાં ટાઈટલ જીતી શકી ન હતી. આ સિઝનમાં ગુજરાતની ટીમ પહેલી જ મેચથી ચેમ્પિયનની જેમ રમી હતી અને હાર્દિકની ટીમે આખી ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. અહીં અમે ગુજરાતના વર્ચસ્વના 10 કારણો જણાવી રહ્યા છીએ.

આ મેચ બાદ એવોર્ડ સમારોહ યોજાશે. જેમાં ચેમ્પિયન ટીમ અને ફાઇનલમાં હારનાર ટીમને ઈનામી રકમ આપવામાં આવશે. આ સાથે અન્ય ઘણા એવોર્ડ પણ આપવામાં આવશે. જેમાં ઈનામી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ IPLની વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવશે. સાથે જ ફાઈનલમાં હારેલી ટીમની ઈનામી રકમ વધારવામાં આવી છે. ગયા વર્ષે આ રકમ 12.5 કરોડ રૂપિયા હતી જે વધારીને 13 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે પ્લેઓફમાં પહોંચનારી બાકીની ટીમોને 7 કરોડ રૂપિયા આપવામાં આવશે.

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગની 15મી સિઝનમાં ઘણી રસપ્રદ મેચો જોવા મળી હતી. આ વર્ષે ઘણા નવા ખેલાડીઓ પણ ઉભર્યા અને તેમનું જીવન બદલ્યું. આઈપીએલમાં ખર્ચવામાં આવેલી રકમને લઈને લીગ હંમેશા ચર્ચામાં રહે છે. ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ પણ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેર પ્લે એવોર્ડ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે. અમે તમને આ તમામ એવોર્ડ્સ અને તેમાં આપવામાં આવતી ઈનામની રકમ વિશે જણાવી રહ્યા છીએ.

IPL ઓરેન્જ કેપઃ આ કેપ તે બેટ્સમેનને આપવામાં આવે છે જેણે સમગ્ર IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હોય અને આ ઓરેન્જ કેપ જીતનારને 15 લાખ રૂપિયાનું ઈમાન આપવામાં આવશે.

ફેર પ્લે એવોર્ડ (FAIR PLAY AWARD): આ એવોર્ડ એ ટીમને આપવામાં આવે છે જેણે આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ શિસ્ત સાથે રમી હોય અને કોઈ અભદ્ર ભાષા દર્શાવી ન હોય.

સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનઃ આ એવોર્ડ સમગ્ર આઈપીએલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતા બેટ્સમેનને આપવામાં આવે છે. જેની ઇનામી રકમ 15 લાખ રૂપિયા છે.

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરઃ આ એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સમગ્ર આઈપીએલ સીઝન દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય અને આ એવોર્ડ જીતનારને 12 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

IPL પર્પલ કેપઃ આ એવોર્ડનો વિજેતા તે બોલર બને છે જેણે સમગ્ર IPL સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. જેની ઇનામી રકમ 15 લાખ રૂપિયા છે.

મોસ્ટ સિક્સેસ એવોર્ડ (MOST SIXES AWARD): આ એવોર્ડ એવા બેટ્સમેનને આપવામાં આવે છે જેણે સિઝન દરમિયાન સૌથી વધુ સિક્સ ફટકારી હોય. આ એવોર્ડની ઇનામી રકમ 12 લાખ રૂપિયા છે.

આ સિવાય ક્રેક ઇટ સીઝન, પાવર પ્લેયર ઓફ ધ સિઝન અને ગેમ ચેન્જર ઓફ ધ સિઝન એવોર્ડ જીતનારને 12 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમજ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનની ઇનામી રકમ 20 લાખ રૂપિયા છે.

Most Popular

To Top