Business

ટાટાના IPOમાં રોકાણ કરનારા માત્ર 6 દિવસમાં થયા માલામાલ, LICનો આ રેકોર્ડ તોડ્યો

મુંબઈ: લગભગ બે દાયકા બાદ ટાટા કંપની (Tata) શેરબજારમાં (Sensex) આઈપીઓ (IPO) રજૂ કર્યો હતો, તેને રોકાણકારો (Investors) તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. છ દિવસ પહેલાં ઈશ્યુ (Issue) બહાર પડ્યો હતો, જે આજે લિસ્ટ થયો છે. માત્ર 6 જ દિવસમાં રોકાણકારો આ આઈપીઓમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

30 નવેમ્બરે એટલે કે આજે માર્કેટમાં લિસ્ટ થયેલા ટાટા ટેકનો શેર 140 ટકા પ્રીમિયર સાથે 1200 રૂપિયા પર લિસ્ટ થયો છે. જેને પણ ટાટા ટેકના શેર્સ અલોટ થયા હશે તેઓને ડબલથી વધારે નફો થયો છે. શરૂઆતી વ્યાપારમાં આ શેર 1400 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તેનો અર્થ એ કે ટુંક સમયમાં રોકાણકારોને ત્રણ ગણો નફો મળી શકે છે. જણાવી દઈએ કે ટાટા ટેકનો આઈપીઓ 500 રૂપિયામાં બહાર પડ્યો હતો.

ટાટા ટેકના ઈશ્યુનો અપર પ્રાઇસ બેન્ડ રૂ. 500 હતો અને તે રૂ. 900 પર લિસ્ટ થવાની ધારણા હતી, પરંતુ તમામ અંદાજોથી વધુ કિંમત પર લિસ્ટ થઈ રોકાણકારોને ખુશ કરી દીધા છે. બીજા શબ્દોમાં કહીએ તો, ટાટા ટેકનો સ્ટોક તેની શરૂઆતથી રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થયો છે.

ટાટા ટેકના આઈપીઓએ રોકાણકારોને 140 ટકાનો નફો આપ્યો
ટાટા ટેકના શેરોએ બંને શેરબજાર એક્સચેન્જમાં લિસ્ટ થયા બાદ તેમાં રોકાણ કરનારા રોકાણકારોને 140 ટકાનો બમ્પર નફો કરાવી આપ્યો છે. ટાટા ટેક સ્ટોક બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ. 1199.95 પર લિસ્ટેડ છે, જ્યારે તે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 1200 પર લિસ્ટેડ છે. તેની લિસ્ટિંગ કિંમત અપર પ્રાઇસ બેન્ડ કરતાં રૂ. 700 વધારે હતી. રોકાણકારો લાંબા સમયથી ટાટા ટેક્નોલોજિસના IPOની રાહ જોઈ રહ્યા હતા અને તેની શરૂઆત સાથે જ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. 22 નવેમ્બરે ખુલ્યા પછી, તે 24 નવેમ્બર 2023 ના રોજ બંધ થયો અને આ રેકોર્ડ 70 વખત ભરાયો હતો.

IPO એ LIC નો આ રેકોર્ડ તોડ્યો
ટાટા ગ્રૂપનો આ IPO વર્ષ 2004 પછી બજારમાં રજૂ થયો હતો, તેને રોકાણકારોએ બંને હાથે વધાવી લીધો હતો અને તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ટાટા ટેકનો ઇશ્યૂ તેની શરૂઆતના માત્ર એક કલાકમાં જ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. આ IPO માટે રેકોર્ડ 73.6 લાખ અરજીઓ મળી હતી અને આ કિસ્સામાં તેણે દેશના સૌથી મોટા IPO, LIC IPOનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

Most Popular

To Top