Vadodara

તપાસ અિધકારી કલ્પેશ સોલંકી પાસેથી તપાસ આંચકીને અમદાવાદ ક્રાઈમબ્રાંચને સોંપાઈ

વડોદરા:  એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ અિધક્ષક ડી.પી ચુડાસમાને સોંપી દેવાઈ છે. રહસ્યમય બનાવ અંગે દિન-બ-દિન પ્રકરણનું ઘેરૂ રહસ્ય બનતા પોલીસની તપાસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કરજણમાંથી 45 િદવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં લાપતા બની ગયેલા સ્વીટીબહેન પટેલને પોલીસતંત્ર આજદિનસુધી શોધી શકયું નથી તે તો ઠીક.પરંતુ સ્વીટબહેનના પતિ પાસેથી પણ સત્ય હકિકત બહાર લાવવામાં નિષ્ફળ રહયુ છે.

સમગ્ર ભેદી પ્રકરણની તપાસ ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકીને સોંપાઈ હતી.િદવસો સુધી રાજયભરમાં સ્વીટીબહેનના સગડ શોધવા માટે અનેક પોલીસની ટીમો સોશિયલ મિડિયા ટેકનિકલ સોર્સિસની મદદથી િદવસ-રાત દોડધામ મચાવી હતી. પરંતુ આજદિન સુધી પોલીસ કઈ જ સપાટી પર લાવી શકી ન હતી. જેથી પોલીસ મહાનિર્દેશક અમદાવાદ પોલીસ કમિશનર અને એટીએસને લેખિત જાણ કરી હતી કે, સ્વીટીબહેન પ્રકરણની તપાસ અમદાવાદ ડીસીબીને સોંપવી.

તપાસ દરમિયાન અમદાવાદ એટીએસને ટેકનિકલ સપોર્ટ તથા અન્ય રીતે મદદરૂપ રહેવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શંકાના દાયરામાં આવી ચૂકેલા સ્વીટીબહેનના પતિ અજય દેસાઈના સાયન્ટિફિકલિ ટેસ્ટ કરાવાયા હતા. હાલમાં ચાલી રહેલ નાર્કો ટેસ્ટ આજે બીજા દિવસે પણ યથાવત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે તમામ ટેસ્ટના રિપોર્ટ ગણતરીના િદવસોમાં આવ્યા બાદ જ તપાસની ચોક્કસ િવગતો સપાટી પર આવશે તેના ભણકારા વાગી રહયા છે.

Most Popular

To Top