ઇન્સ્ટાગ્રામ (Instagram) તેના નવા (New )અને ગજબના (Osam) ફીચર્સ લાવી રહ્યું છે. આ ફીચર્સ (Features) વડે યુઝર્સ (Users) 15 મિનિટના વિડીયોને રીલ્સમાં (Reels) શેર કરી શકશે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ઉપર વિડીયો કોમેન્ટ્રીનું (Commentary) વિકલ્પ પણ મળશે. હવે ટૂંક સમયમાં જ ઇન્સ્ટા ઉપર યુઝર્સ ફ્રન્ટ અને રિયર એમ બંને બાજુથી વિડીયો રેકોર્ડ કરી શકશે. મેટાવર્સના (Metaverse ) પ્રભુત્વ વાળી એપ ઇન્સ્ટાગ્રામે તેના વધુ એક નવા ફીચર્સની ઘોષણા કરી દીધી છે. જે મુજબ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર 15 મિનિટથી ઓછા ડ્યુરેશન વાળા વિડીયો પણ પોસ્ટ થઇ શકશે. સાથે-સાથે ઇન્સ્ટાગ્રામમાં ફોટો અને વિડીયોમાં રિમિક્સ માટે નવા ટુલ્સ પણ એડ કરી શકાશે.
ઇન્સ્ટાગ્રામે બ્લોગપોસ્ટ ઉપર નવા ફીચર્સ અને ઓપશનની ઘોષણા કરતા કહ્યું હતું કે આ ફીચર્સ ઉપર યુઝર્સ 15 મિનિટથી ઓછા ડ્યુરેશન ટાઈમિંગ વાળા વિડીયોની રીલ્સ શેર કરી શકશે. આ ફીચર્સને આગામી એક અઠવાડિયાની અંદર અપડેટ કરવામાં આવશે. વધુમાં ઈન્સ્ટાગ્રામે જાણકારી આપતા કહ્યું હતું કે હાલમાં જે રીતે રીલ્સનો ઉપયોગ વધી રહ્યો છે. આ ઉપયોગને જોતા ઇન્સ્ટાગ્રામે રીલ્સ વિડીયોને જોવા અને ક્રિયેટ કરવા માટે બીજા અનેક ક્રિયેટિવ ટુલ્સને એડ કર્યા છે.
જાણવી દઈએ કે આ અગાઉ ઈન્સ્ટાગ્રામ ઉપર પહેલા માત્ર 90 સેકન્ડ સુધીની વિડીયો રીલ્સને કન્સિડર કરી શકાતી હતી. 90 સેકન્ડથી વઘારાના સમયવાળા વિડીયોને રીલ્સ માનવામાં આવતી ન હતી. હવે ઇન્સ્ટાગ્રામ વિડીયો અને રીલ્સની ટેબને ભેગા કરશે. જેથી હવે એક જ ટેબમાં વિડીયો અને રીલ્સને જોઈ શકાશે.
આ ફીચર્સ પણ જલ્દીથી ઉપલબ્ધ થશે.
વિડીયો અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ નવા રિમિક્સ ટુલ્સ ઉપર પણ કામ કરી રહ્યું છે. જેમાં રીલ્સના નવા ટેમ્પ્લેટ અને એડિટિંગ ટુલ્સ મળશે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ વિડીયો કૉમેન્ટ્સ ઓપશન પણ મળશે અને હવે યુઝર્સ ફ્રન્ટ અને રિયર કેમેરાનો ઉપયોગ કરીને વીડિયો રેકોર્ડ પણ કરી શકશે.
ચેટ બોકસમાંથી પમેન્ટ વાળો વિકલ્પ પણ જલ્દી આવશે
હાલમાં જ ઇન્સ્ટાગ્રામે નવા પેમેન્ટ ફીચર્સની પણ જાણકારી આપી હતી. જેના ઉપર યુઝર્સ ટાઈમલાઈન ઉપર દેખાતા પ્રોડક્ટ ઉપર ક્લિક કરી ચેટ બોક્સ ના માધ્યમથી શોપિંગ પણ કરી શકશે. જેના માટે યુઝર્સે મેટા-પે નો ઉપયોગ કરવો પડશે.