કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા કાલોલ તળાવનું પાણી કાલોલ પોલીસ સ્ટેશનની સામે આવેલી તલાવડીમાં નાખવા માટે ની પાઈપ લાઈન માટેનું કામ થઈ રહ્યું છે. આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વગરનું કામ કરતા હોવાથી તેમજ મોટા મોટા ખાડા કરી બહાર કાઢેલી માટી સાઈડમાં મૂકી રાખતા હોવાથી તેમજ ખોદકામ દરમિયાન તૂટી ગયેલ પાણીની પાઇપ લાઈન યોગ્ય સમારકામ કરી બંધ કરી દેવાને બદલે પ્લાસ્ટિકના રબર મારીને પાઈપ ફરતે વીંટાળી દેવામાં આવી રહ્યા છે.
જેના પરિણામે ભવિષ્યમાં પાણીની લાઈન લિકેજ થવાની તેમજ ગટર લાઇનો સાથે ભેળસેળ થવાની શક્યતાઓ વધી રહી છે તેમજ ખોદકામ કર્યા બાદ યોગ્ય લેવલીંગ કરવામાં આવતું નથી જે અંગે નગરપાલિકાના કોઈ અઘિકારી કે પદાધિકારી પણ પૂરતું ધ્યાન આપતા નથી.
જે બાબતે આજરોજ સવારે વોર્ડ નંબર ૧ ના પાલિકાના સભ્ય તેમજ માજી પ્રમુખ કિરીટભાઈ પટેલ એડવોકેટ તેમજ વોર્ડ નં ૫ ના સભ્ય સંજય ચૌહાણ ઊર્ફેમુન્નાભાઈ એડવોકેટ દ્વારા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર તેમજ આ કામના નગરપાલિકાના કન્સલ્ટન્ટ ને યોગ્ય રીતે કામ કરવા અને સાઈડમાં નાખેલી માટી બાબતે જાહેરમાં તતડાવી નાખ્યા હતા ઉલ્લેખનીય છે કે કલોલ નગરપાલિકા ના મારી પ્રમુખ તેમજ હાલના કોર્પોરેટર કિરીટભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના હાલના સત્તાધીશો પોતાનું ધાર્યું કરે છે.