વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેર મા પાલિકા ની જગ્યા પર ઘંધો કરતા શાકભાજી વાળા, ગેરેજવાળા, પથારા વાળા પાસે થી વહીવટી ચાર્જ વસુલ કરવા મા આવે છે. આ ચાર્જ ની રકમ પાલિકા ની તિજોરી મા જમા કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક વોર્ડ મા વહીવટી ચાર્જ ની પાવતી આપવામા નથી આવતી આ રૂપિયા બારોબાર પાલિકા ની તિજોરી ના બદલે સરકારી બાબુઓની તિજોરી મા જમા થતા હોવાનું કહેવાય છે. આવી રીતે કેટલાક વોર્ડમા કોર્પોરેટર, નેતાઓ, અધિકારીઓ ની મીલીભગત ના કારણે લાખોની કમાણી થતી હોય છે.
વડોદરા મહાનગર પાલિકા ને આવક થાય તેવા અનેક એકમો છે જેમાં દંડ તરીકે રકમ વસુલ કરવામાં આવતી હોય છે. પરંતુ વહીવટી ચાર્જ અને દંડ ના નામે વસુલ કરાતી પુરેપુરી રકમ પાલિકા ની તિજોરી મા ભરાતી નથી. પાલિકા ના કેટલાક વોર્ડ ઓફીસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, રેવન્યુ સહિત ના અધિકારી ઓ ની મિલ્કતો તપાસવા મા આવે તો તેમની આવક કરતા વધુ મિલ્કત મળી આવે તેમ છે. કારણ કે તેમની માસિક આવક મા પાંચ પેઢી જાય તો પણ આટલી મિલ્કત ભેગી કરી ન શકાય. એટલે આવા સરકારી બાબુઓ ને વડોદરા મહાનગર પાલિકા મા લીલાલહેર હોવાનું કહેવાય છે.
સમાધાન ના નામે લેવાતી રકમ મોટા ભાગે હપ્તાઓ મા પરિવર્તન થઇ જતી હોય છે.એટલે ઉઘરાણું મોટુ પણ તંત્ર ના ચોપડે નાનું કારણ કે હવે અધિકારીઓ ગજવા ગરમ કરતા થઇ જતા પાલિકા ની તિજોરી ને મસમોટુ નુકસાન થતું હોવાનું કહેવાય છે. હવે અધિકારીઓ ઓફિસ મા ઓછા અને બહાર વધારે ફરતા જોવા મળે છે. કોઈ મોટા કોન્ટ્રાકટર, બિલ્ડર, કે પછી મોટા વેપારીઓ ને ત્યાં આંટા ફેરા કરતા જોવા મળે છે કેટલાક રંગીલા અધિકારીઓ આવા લોકો ને ત્યાં શરાબ, શબાબ, કબાબ ની પાર્ટીઓ પણ કરતા હોવાનું કહેવાય છે.
શહેર મા થતા કોમર્ષીયલ ગેરકાયદે કામો પર પાલિકા અધિકારીઓ ધ્યાન આપતા નથી. પાછળ થી કોઈ ની પાસે ફરિયાદ કરાવી ને નોટિસ આપ્યા વિના અધિકારી સ્થળ પર પહોંચી ને સમાધાન કરી ને ગજવા ગરમ કરી લેતા હોય છે. જો પાલિકા આવા હપ્તા બાજ કર્મી કે અધિકારીના ડ્રેસ કોડ નક્કી કરે તો શહેરનો સામાન્ય નાગરિક પણ ઓળખી શકે. આ ગોરખ ઘંધામા કેટલાક કહેવાતા એક્ટિવિસ્ટ, નેતાઓ ના મળતીયા તેમજ કેટલીક કહેવાતી સામાજિક સંસ્થાઓના મુખીયા પણ ભાગ બટાઇ કરતા હોવાનું કહેવાય છે. આવા પાલિકામા કેટલાય વિભાગો છે કે જે વર્ષોથી પાલિકાની તિજોરી ને કરોડો રૂપિયા નું નુકશાન પહોંચાડે છે.
વહીવટી ચાર્જ મામલે સ્થાયી અધ્યક્ષ ભડક્યા : વોર્ડ ઓફિસરોનો ઉધડો લીધો
ગત વર્ષે વસુલવા મા આવેલ વહીતવટી ચાર્જ ગુજરાત ની અન્ય મહાનગર પાલિકા ઓથી ખૂબજ ઓછો હોવાનું જણાતા વડોદરા મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ સમિતિ ના કુશળ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે શહેર ના દરેક વોર્ડ ઓફિસરો અને લાગતા વળગતા અધિકારી ઓ ના વહીવટી ચાર્જ મામલે કલાસ લીધા હતા. અને કેટલાક ઓફિસરો ને ખખડાવ્યા હતા. કારણ કે પાલિકા ની તિજોરી ને નુકશાન ન થાય અને વહીવટી ચાર્જ નું સુચારુ વ્યવસ્થિત કામ કરવાની સૂચના આપી ને આ બાબતે 15 દિવસ મા યોગ્ય પરિણામ લાવવા હુકમ કર્યો હતો. વધુ મા ગુજરાતમિત્ર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વહીવટી ચાર્જ મામલે તમામ વોર્ડ ઓફિસરો ને બારીકાઇ થી સમજાવવામાં આવ્યું હતું. – ડો. હિતેન્દ્ર પટેલ, ચેરમેન, સ્થાયી
ધ્યક્ષ સમિતિ
એપ્રિલ થી ડિસે.-22 સુધી વસુલાયેલો ચાર્જ
વોર્ડ નં. રકમ રૂા.
1û “ 15,77,800
2 “ ûÍ9,56,700
3 “ 13,57,300
4 “ 6,16,600
5 “ 3,85,947
6 “ 3,75,150
7 “ 11,31,600
8 “ 22,92,160
9 “ 9,16,100
10 “ 8,99,000
11 “ 7,94,610
12 “ 16,99,251
13 “ 11,16,273
14 “ 7,06,804
15 “ 5,10,700
16 “ 6,20,401
17 “ 16,70,300
18 “ 11,63,603
19 “ 5,31,950
ટોટલ “ 1,93,22,249