ઘણા પ્રસંગોએ જોવા મળ્યું છે કે ફિલ્મોમાં બતાવેલ ગુનાઓ કરવાની પદ્ધતિઓ, ઘણી વખત ગુનેગારોને ખરેખર મદદ કરે છે. લોકો તેમની પાસેથી શીખે છે અને તે જ રીતે ગુના કરે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના સતનાથી સામે આવ્યો છે.અહીં એક ડોકટરે ( DOCTER) એક મહિલાની હત્યા કરી અને તેને ખાલી પ્લોટ ( OPEN PLOT) માં દફનાવી દીધી હતી. આ એવું જ છે જેવુ પ્રખ્યાત મલયાલમ ફિલ્મ દ્રશ્યમમાં (DRISHYAM) બતાવ્યા પ્રમાણે છે. જો કે મધ્યપ્રદેશ પોલીસે ડોક્ટરની લોકેશન શોધીને તેની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા જ્યારે ડોક્ટરને પૂછવામાં આવ્યું કે તે લાંબા સમયથી ખાલી પ્લોટ પર શું કરે છે, ત્યારે ડોક્ટરે પોલીસ સમક્ષ નમવું પડ્યું અને તેનો ગુનો સ્વીકાર્યો પડ્યો હતો. સતના જિલ્લાના એસપી ધરમવીરસિંહ યાદવે કહ્યું કે ડો.આશુતોષ ત્રિપાઠી (DR. ASHUTOSH TRIPATHI) એ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.પોલીસે માહિતી આપી હતી કે ડો.આશુતોષ ત્રિપાઠી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાની હત્યા અને પોલીસને અંધારામાં રાખવા માટે કુતરા સાથે એની લાશને દફનાવી હતી.
મહિલા 24 વર્ષની હતી અને તે સતનાની રહેવાસી હતી. વિભા કેવતે ડો.આશુતોષ ત્રિપાઠી સાથે કામ કર્યું હતું. શનિવારે પોલીસે મહિલાનો મૃતદેહ ખાલી પ્લોટમાંથી બહાર કાઢયો હતો. એસપીએ જણાવ્યું કે મહિલા ડોક્ટરના ક્લિનિકમાં જ કામ કરતી હતી, 14 ડિસેમ્બર 2020 ના રોજ તે ક્લિનિકથી પોતાના ઘરે પરત ફરી નહોતી.
ધરમવીરસિંહ યાદવે વધુમાં કહ્યું કે જ્યારે વિભાના (VIBHA) માતાપિતાએ ડોક્ટર ત્રિપાઠીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે વિભા તેના પરિવારના સભ્યોથી નારાજ હતી, તેથી એકલી રહેતી હતી. આ પછી, વિભાના માતાપિતાએ તેની સાથે અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. આ પછી 1 ફેબ્રુઆરીએ તેણે પુત્રીના ગાયબ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પૂછપરછ શરૂ કરી હતી પરંતુ શરૂઆતમાં ડો.ત્રિપાઠીએ કંઈપણ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે વિભા અને ડો. ત્રિપાઠીના મોબાઇલ લોકેશન એ 14 ડિસેમ્બરે ઘણા સમયથી એક જ જગ્યાએ હતા.
બાદમાં ડોક્ટરે પોતાનો ગુનો કબૂલ કર્યો. ડો. ત્રિપાઠીએ કહ્યું કે અમે બંને એક સંબંધમાં હતાં, વિભા લગ્ન માટે દબાણ લાવી રહી હતી અને મારે લગ્ન કરવાની ઇચ્છા નહોતી. 14 ડિસેમ્બરે અમારે એક મુદ્દા પર ઝઘડો થયો અને મેં તેને મારી નાખી.