Vadodara

ઇજાગસ્ત યુવકને પોતાની કારમાં દવાખાને પહોંચાડતા સ્થાયી ચેરમેન

વડોદરા : વડોદરા પાલિકામાં સ્થાયી સમિતિમાં બીજી વાર અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળનાર  ડો. હિતેન્દ્ર પટેલે રવિવારે સવારે તેમની ગાડીમાંથી અકસ્માત થતો જોઈને ઉભા રહ્યા અને ઇજાગ્રસ્ત યુવકને તેમની કારમાં હોસ્પિટલ  ખાતે સારવાર માટે ખસેડયો હતો. આમ તેમણે માનવતાની મહેક ફેલાવી હતી. વિશ્વ માતૃ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ  ડો.હિતેન્દ્ર પટેલ  સવારે આવાજ એક  કાર્યક્રમમાં જતા હતા તે દરમિયાન  કારેલીબાગ વુડા સર્કલ ખાતે એક કાર અને બાઇક  વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

યોગાનુયોગ ડો.હિતેન્દ્ર  પટેલ પણ આજ સમયે  ફતેગંજ સ્થિત માતૃ દિવસ નિમિત્તે યોજવામાં  આવેલ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહેવા જઇ રહ્યા હતા.   અકસ્માતને પગલે  ડો. હિતેન્દ્ર પટેલ કારમાંથી બહાર આવીને અકસ્માતમાં ઘાયલ યુવક ને મદદ કરવા લાગ્યા હતા. એમ્બ્યુલન્સ આવવાની  રાહ જોયા વગર  અકસ્માતમાં ઘાયલ યુવકને પોતાની ગાડીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. યુવકને ફ્રેક્ચર થયું હતું. ત્યારે યુવકની સારવારનો બધો ખર્ચ તેમણે આપ્યો હતો.  આ રીતે તેમણે ડોકટર હોવાને નાતે  પોતાની ફરજ સમજીને કાર્યક્રમમાં જવાની ઉતાવળ હોવા છતાંયે  ઘાયલ યુવકને જલદી સારવાર આપવા માટેની  પ્રાથમિકતા સમજીને તેની સારવાર કરાવી હતી.

Most Popular

To Top