National

કે.એલ. રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝમાંથી બહાર થતાં રોહિત શર્મા પર પૂર્વ ક્રિકેટર ભડક્યા, કહ્યું..

નવી દિલ્હી(New Delhi) : ભારતીય (Indian Cricket Team) ટીમના કેપ્ટન (Captain) લોકેશ રાહુલ (Lokesh Rahul) અને ડાબોડી સ્પીનર કુલદીપ યાદવ (Kuldip yadav) ઇજાને (Injured) કારણે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની પાંચ મેચની ટી-20 સીરિઝમાંથી (T-20 Series) આઉટ થઇ ગયા છે. સીરિઝની શરૂઆત પહેલા બુધવારે રાહુલને ગ્રોઇન ઇન્જરી થવાથી તે પહેલા સીરિઝમાંથી આઉટ થયો હતો. તેના સ્થને સીરિઝમાં વાઇસ કેપ્ટન બનાવાયેલો ઋષભ પંત (Rishabh Pant) હવે સીરિઝમાં કેપ્ટનની ભૂમિકા ભજવશે, જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) વાઇસ કેપ્ટન બનાવાયો છે.

રાહુલ દિવસની શરૂઆતમાં સીરિઝમાંથી આઉટ થયા પછી ડાબોડી સ્પીનર કુલદીપ યાદન નેટ પ્રેક્ટિસ દરમિયાન બેટીંગ કરતો હતો ત્યારે તેના જમણા હાથમાં ઇજા થવાને કારણે તે પણ સીરિઝમાંથી આઉટ થયો હતો. બીસીસીઆઇએ (BCCI) એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન લોકેશ રાહુલને જમણી તરફ ગ્રોઇનમાં ઇજા થવાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાંથી આઉટ થઇ ગયો છે. જ્યારે કુલદીપ યાદવને મંગળવારે સાંજે નેટ પર બેટીંગ દરમિયાન જમણા હાથમાં ઇજા થઇ હતી અને તેના કારણે તે પણ આ સીરિઝમાં રમી શકશે નહીં.

નિવેદનમાં જણાવાયા અનુસાર પસંદગી સમિતિએ ઘરઆંગણેની સીરિઝ માટે પંતને કેપ્ટન અને હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. પંસદગી સમિતિએ રાહુલ અને કુલદીપના સ્થાને કોઇ વૈકલ્પિક ખેલાડીના નામની જાહેરાત કરી નથી. આ બંને ક્રિકેટર હવે નેશનલ ક્રિકેટ એકેડમીમાં જઇને રિહેબિલિટેશન કરશે.

આજે સાંજે 7 કલાકથી મેચ શરૂ થશે
આજે 9મી જૂન ગુરુવારે સાંજે 7 કલાકે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી T-20 મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. કે.એલ. રાહુલની ગેરહાજરીમાં ઋષભ પંત કપ્તાનીની જવાબદારી સંભાળશે જ્યારે હાર્દિક પંડ્યાનું પ્રમોશન થયું છે. તેને વાઈસ કેપ્ટન બનાવાયો છે.

પૂર્વ ક્રિકેટર રોહિત શર્માથી નારાજ
દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ 5 T-20 મેચ રમશે. ત્યારે ઈન્ચાર્જ કેપ્ટન કે.એલ. રાહુલ ઘાયલ થતા સિરીઝમાંથી બહાર થયા છે, જ્યારે બીજી તરફ નિયમિત કપ્તાન રોહિત શર્મા (Rohit Sharma) આરામ ફરમાવી રહ્યાં છે. આવા સંજોગોમાં આટલી મોટી સિરીઝમાં રમવાના બદલે રોહિત શર્મા આરામ કરી રહ્યાં હોય તે બાબતે પૂર્વ ક્રિકેટર આર.પી. સિંહે (RP Sinh) નારાજગી વ્યક્ત કરી છે. સિંહે કહ્યું કે રોહિત એક જવાબદાર ખેલાડી છે. એક કેપ્ટન તરીકે તેને પોતાની ફરજ સમજવી જોઈએ. આરામ કરવાના બદલે મેનેજમેન્ટ સાથે વાતચીત કરી રમવું જોઈએ. 5 મેચની સિરીઝ એક કેપ્ટન નહીં રમે તે યોગ્ય નથી.

Most Popular

To Top