ભારત અમેરિકાનું લશ્કરી વ્યૂહાત્મક રીતે જોડાણમાં સાથી ખરું કે નહીં? આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાએ 2018 નો એક દસ્તાવેજ બિનવર્ગીકૃત કર્યો. જણાવાયું હતું કે અમારો રાષ્ટ્રીય સુરક્ષા પડકાર અમેરિકાની વ્યૂહાત્મક મહત્તા જાળવી રાખવાનો અને ચીનને નવું રૂઢિચુસ્ત વર્ચસ્વ જમાવતાં રોકવાનો છે. ચીનના ઉદયથી આ પ્રદેશમાં કેવું પરિવર્તન આવશે અને અમેરિકાના વૈશ્વિક વર્ચસ્વને પડકારશે તેનો અભ્યાસ કરી તારણ કાઢવામાં આવ્યું છે કે સરખી વિચારસરણીવાળા દેશોના સહકારથી મજબૂત ભારત ચીનનો વળતો જવાબ બની શકે. આને માટે અમેરિકાની દૃષ્ટિએ યોગ્ય અને ઇચ્છિત રાજય સુરક્ષાના મુદ્દા પર ભારત બની શકે અને બંનેએ દરિયાઇ સુરક્ષા જાળવવા અને ચીનને જવાબ આપવા સહકાર કરવો જોઇએ.
આને માટે અમેરિકા ય ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાને સાંકળતો ચતુષ્કોણ બનાવવો જોઈએ. જેમાં અમેરિકા એક મુખ્ય ઘટક હોય. જે ચીનના વધતા પ્રભાવ સામે ટક્કર લઇ શકે. ભારતને પોતે કઇ રીતે મોટું સંરક્ષણ ભાગીદાર બનાવવા માંગે છે અને લશ્કરી રીતે મજબૂત ભારત અમેરિકાને કઇ રીતે અસરકારક રીતે સહયોગ આપી શકે તેની પણ વાત અમેરિકાએ કરી છે. ચીન સાથે શું કરવું જોઇએ તેની પણ દસ્તાવેજમાં વાત કરવામાં આવી છે. ચીનને અમેરિકાની સ્પર્ધાત્મકને હાનિ પહોંચાડતું રોકવું જોઇએ અને લશ્કરી તેમજ વ્યૂહાત્મક ક્ષમતા હાંસલ કરતાં રોકવું જોઇએ.
ચતુષ્કોણ કયા વિસ્તારમાં કામ કરશે? મલાક્કાની સામુદ્રધૂનીનો સાંકડો પ્રદેશ હિંદી મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે અને આ પ્રદેશ મલયેશિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે આવેલો છે અને તેમાંથી ચીન આયાત-નિકાસ કરે છે. આ માર્ગ પર આધાર રાખવાને ચીનને ધર્મસંકટમાં મૂકી દીધું છે અને તેથી તે બેલ્ટ એન્ડ રોડની પહેલના વૈકલ્પિક માર્ગની પહેલ કરે છે. ભારત શા માટે ચીનને રોકવાના આ જોડાણમાં કેમ સહી કરે છે? સ્પષ્ટ નથી.
સંસદમાં આ બાબતમાં કોઇ ચર્ચા નથી થઇ. પત્રકારો સાથે કોઇ વાતચીત નથી થઇ, ચૂંટણી ઢંઢેરામાં પણ ઉલ્લેખ નથી, પણ મોદી ભારતને અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને લશ્કરી જોડાણમાં ખેંચી જાય છે. ભારતમાં ફેબ્રુઆરી 2020 ની ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમ્યાન અને લડાખની કટોકટી શરૂ થઇ તે પહેલાં મોદીએ ચીનને નિશાન બનાવતાં આ કરાર પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાની ખાતરી તા. 27 મી ઓકટોબર, 2020 ના દિને અમેરિકાના સંરક્ષણ મંત્રી માઈક પોમ્પીઓની મુલાકાત દરમ્યાન ભારતે બેઝિક એકસચેંજ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ બેકા પર હસ્તાક્ષર કર્યા હતા. તેનાથી ભારતીય સેનાની મિસાઇલ અને સશસ્ત્ર ડ્રોનની સચોટતા વધારવામાં અમેરિકી જાસૂસી તંત્રની સગવડ મળશે. હવાઇ દળો વચ્ચે પણ સહકાર થશે.
બીજો કરાર થયો હતો! લોજિસ્ટિકસ એકસચેંજ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ-એટલે કે લેમોઆ-આ કરાર અન્વયે બંને દેશોના લશ્કર વચ્ચે એકબીજાનાં થાણાંની સવલતો, પુરવઠા, સ્પેરપાર્ટસ અને સેવાઓનો વિનિમય થઇ શકશે. પછી લેમોઆ નૌકાદળો વચ્ચેના વ્યવહારને પણ લાગુ પડશે. દિલ્હીમાં બેકા પર હસ્તાક્ષર કરતી વખતે પોમ્પીયોએ ચીન પર સીધો જ હુમલો કરતાં કહ્યું હતું કે મને કહેતાં આનંદ થાય છે કે અમેરિકા અને ભારત માત્ર ચીની સામ્યવાદી પક્ષના જ નહીં પણ તમામ ભય સામે સહકાર મજબૂત કરવા પગલાં લઇ રહ્યા છે. વિદેશ મંત્રી માઇક એસ્પરે કહ્યું હતું કે ખાસ કરીને ચીનનાં વધતા આક્રમણ અને અસ્થિરતાપ્રેરક પ્રવૃત્તિના સંદર્ભમાં હિંદી મહાસાગર અને પ્રશાંત મહાસાગર તમામ માટે ખુલ્લો રાખવા આપણે ખભેખભા મિલાવીને ઊભા છે.
આ પ્રસંગે પોમ્પીયો અને એસ્પરની આજુબાજુ ઊભેલા રાજનાથ સિંહ અને જયશંકરે ચીન સામે સીધી આંગળી નહીં ચીંધી હતી. રાજનાથ સિંહની તૈયારી કરાયેલી (અને પછીથી ફેરફાર કરાયેલી) પ્રતિક્રિયામાં આ લીટી હતી જે પછીથી કાઢી નંખાઇ હતી. માન્યવર મહોદયો, સંરક્ષણના ક્ષેત્રમાં અમને અમારી ઉત્તર સરહદે અવિચારી આક્રમણનો પડકાર પેદા થયો છે. આ ફેરફાર ભારતના અંગ્રેજી તરજુમાકારને અપાયો નહતો. જેણે અસલ પાઠ ભારતની અકળામણ વચ્ચે વાંચ્યો હતો અને અમેરિકાએ તે બહાર પાડયો હતો.
અમેરિકાના વ્યૂહ માટેનો દસ્તાવેજ બિનવર્ગીકૃત થયો ત્યારે ચીને કહ્યું કે આ દસ્તાવેજ અમેરિકાની પોતાની હિંદી મહાસાગર-પ્રશાંત મહાસાગર વ્યૂહરચનાને ચીનને દબાવવા અને પ્રાદેશિક સ્થિરતાને જોખમાવવા અમેરિકાના બદઇરાદા અમેરિકા પ્રાદેશિક સ્થિરતા અને સહકારને જોખમાવવા ઉત્પાતિયા તરીકે ખુલ્લું પડી ગયું છે. ભારતે આ દસ્તાવેજની કોઇ પ્રતિક્રિયા નહીં આપી. આ અગાઉ થયેલો ત્રીજો કરાર કમ્યુનિકેશન્સ કમેટિબિલીટી એન્ડ સિકયુરિટી એગ્રીમેન્ટ- કોમ્કાસા થયો હતો જેમાં ભારત અને અમેરિકાના લશ્કરી કમાંડરો ખાનગી નેટવર્કથી સંદેશાની આપ-લે કરી શકે તે માટે ભારતને સાધનસરંજામ આપવાની જોગવાઇ છે. આ કરારથી બે દેશો વચ્ચેના લશ્કરી સહકારને મજબૂત કરવા માટે છે.
કોમ્કાસા કરાર મોદીની શી ને મળવા વુહાન યાત્રા પછી સપ્ટેમ્બર 2018 માં એટલે કે પાંચ મહિના પછી થયો હતો. મોદી અને લી વચ્ચે એપ્રિલ 2018 માં વુહાન સ્પિરિટ કરાર થયો હતો જેમાં એવું જણાયું છે કે ભારત અને ચીન હરીફો નહીં બને પણ એકબીજા સાથે સહકાર કરશે અને દ્વિપક્ષી વેપાર અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપશે. મોદી સહકાર અને હરીફાઇ વચ્ચેનો તફાવત સમજે છે? કે ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે જાગતો રહેજે.
સરસેનાપતિ નરાવણેએ કહ્યું કે ચતુષ્કોણ લશ્કરી જોડાણ બનવાનો પ્રયાસ પણ નથી અને ઇરાદો નથી પણ હિંદી મહાસાગર પ્રશાંત મહાસાગર વિસ્તારના મુદ્દાઓ પર ધ્યાન આપવા બહુપક્ષીય જૂથ બનાવવા માટે રચાયો છે. ચીન સામેનું અમેરિકા સાથેનું આ લશ્કરી જોડાણ છે કે નહીં કારણ કે આ બાબતમાં કોઇ ચર્ચા નથી થઇ, કોઇ પારદર્શિતા નથી અને આપણા પક્ષે કોઇ વાસ્તવિક વિચારણા નથી થઇ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.