SURAT

સ્પાઇસ જેટ પછી હવે ઇન્ડિગો એરલાઇન્સે સુરત એરપોર્ટથી ફ્લાઇટ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો

સુરત: સ્પાઇસ જેટ (Spice jet) એરલાઇન્સ પછી હવે ઇન્ડિગો (Indigo) એરલાઇન્સે કોરોનાની બીજી લહેર દરમિયાન બંધ કરેલી તમામ ફ્લાઇટ (Flight) સુરત (Surat) એરપોર્ટથી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિગોએ સુરત એરપોર્ટને કનેક્ટેડ પાંચ શહેરો સાથે સાંકળતી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 19 જુલાઇથી સુરત-કોલકાતા, 20 જુલાઇથી સુરત-હૈદ્રાબાદ અને સુરત-ચેન્નાઇ, 23 જુલાઇથી સુરત-ગોવા અને સુરત-બેંગ્લુરૂની ફ્લાઇટ શરૂ થશે.

સુરતથી હૈદ્રાબાદની ફ્લાઇટ ડેઇલી રહેશે, જ્યારે સુરતથી ચેન્નાઇ અને સુરતથી ગોવા અને બેંગ્લુરૂની ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસની રહેશે. સુરતથી કોલકાતાની ફ્લાઇટ સપ્તાહમાં ચાર દિવસની રહેશે. સુરત-કોલકાતા રૂટ પર 186 સીટર વિમાનની બદલે 222 સીટર એરબસ ઓપરેટ કરવામાં આવશે. કોરોના મહામારીના લીધે છેલ્લાં દોઢ વર્ષથી વિમાની સેવા અસરગ્રસ્ત થઈ છે. આંતરરાષ્ટ્રીય સેવાઓ બંધ થવા સાથે જ ઘરેલું વિમાની સેવા પણ ખોરવાઈ છે. નિયમિત વિમાની સેવાના અભાવે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ જૂન મહિનાથી ધીમે ધીમે સુરત એરપોર્ટ પર વિમાની સેવા અગાઉની જેમ કાર્યરત થઇ રહી છે. સપ્તાહના મધ્યમાં તા. 22 જુલાઈથી સુરત-દિલ્હીની સવાર-સાંજની 222 બેઠક ક્ષમતા ધરાવતી ડેઈલી ડાયરેક્ટ ફ્લાઈટ ઓપરેટ થશે.

18 જુલાઇની શારજાહ-સુરતની રદ થયેલી ફ્લાઇટ સોમવારે આવશે

મુંબઇથી સુરત વચ્ચેના એરરૂટ પર રવિવારે ભારે વરસાદ ઉપરાંત વિઝિબિલિટી ઓછી રહેતા એર ઇન્ડિયા એક્સપ્રેસે 18 જુલાઇની 1 દિવસ માટેની શારજાહ-સુરત-મુંબઇની વન-વે ફ્લાઇટ ટેક્નિકલ કારણો ધરી રદ કરી હતી. તે ફ્લાઇટ હવે સોમવારે રાતે 10 કલાકે સુરત આવશે અને 45 મિનિટના વિરામ પછી મુંબઇ જવા રવાના થશે. શારજાહથી સુરત માટે 95 પેસેન્જર નોંધાયા છે.

રવિવારે સવારે અને સાંજે સુરત શહેરમાં ધોધમાર વરસાદ (Heavy rain)પડતા ઠેરઠેર પાણી ભરાયાં હતાં. રવિવારે વહેલી સવારે સુરત એરપોર્ટ (airport)ના રન-વે વિસ્તારમાં ભારે વરસાદ (rain on run way)ને લીધે વિઝિબલિટી (Law visibility) ઓછી જણાતાં સ્પાઇસજેટ એરલાઇન્સની જયપુર-સુરતની ફ્લાઇટ સુરત એરપોર્ટના રન-વે પર પ્રથમ પ્રયાસે લેન્ડ થઇ શકી ન હતી. પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી પાયલટે ફ્લાઇટ લેન્ડ કરવાને બદલે ફરી ઉપર લઇ જવાનો નિર્ણય લીધો હતો. તે પછી વરસાદનું જોર અને પવનની ગતિ ઓછી થતા બીજા પ્રયાસે આ ફ્લાઇટ લેન્ડ કરવામાં સફળતા મળી હતી. સુરત એરપોર્ટના રનવે વિસ્તારમાં વિઝિબિલિટીની સમસ્યાને લીધે કેટલીક ફ્લાઇટ 15મીનિટથી 25 મીનિટ મોડી રહી હતી.

Most Popular

To Top