Comments

ભારતના પત્રકારોનું ધ્યાન કયાં છે?

એન.ડી. ટી.વી.ના એન્કર રવીશકુમાર સાચે જ કહે છે કે ભારતના પત્રકારો મહત્ત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા. આ જ કારણથી આપણે આવી બાબતો પર ભાર મૂકીએ છીએ અને લખીએ છીએ તેમજ વાંચીએ છીએ. થોડાં સપ્તાહોમાં આપણે નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ સરકારના નવમા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આપણે રાષ્ટ્ર તરીકે કયાં આવીને ઊભા છીએ તેની સ્પષ્ટતા માટે આટલો ગાળો પૂરતો લાંબો છે. એવી કેટલીક બાબતો છે જે તપાસવી જોઇએ. પહેલાં અર્થતંત્રની વાત કરીએ. ભારતના અર્થતંત્રને પહેલાં ચીન, તાઇવાન, સીંગાપોર અને દક્ષિણ કોરિયા જેવા અગાઉના આર્થિક રીતે સફળ દેશો કે આજના વિયેતનામ કે બાંગ્લાદેશ જેવા આર્થિક રીતે સફળ દેશો જે રીતે પ્રગતિકારક હોવાનું વર્ણવતા હતા તેવું હવે રહ્યું નથી. કેટલીક થોડી હકીકતોનું પુનરાવર્તન કરવાની અને ભાર મૂકવાની જરૂર છે.

પહેલી વાત તો એ છે કે 2013 માં આજના કરતાં પાંચ કરોડ વધુ લોકો પાસે નોકરી ધંધા હતા, ભલે બાર કરોડ વધુ લોકો કામ ધંધે લાગ્યા હોય. આ નોકરી-ધંધા મહામારી પહેલાં અદૃશ્ય થઇ ગયા. 15 વર્ષથી વધુ ઉંમરના નોકરી-ધંધો કરતા કે શોધતા લોકોની સંખ્યા ટકાવારીમાં અમેરિકા, ચીન, બાંગ્લાદેશ કે પાકિસ્તાન કરતાં ઓછી છે. 2014 ના વર્ષથી ઉત્પાદન ક્ષેત્રની નોકરીઓનું પ્રમાણ નીચું ગયું છે. કૃષિ ક્ષેત્રમાં પણ આ જ સ્થિતિ છે. મનરેગાનો ખર્ચ 2014 કરતાં ચાર ગણો 2020 માં થયો છે અને માંગ યથાવત્ રહી છે તેથી લોકોને કામ જોઇએ છે પણ કામ નથી.બીજું, ભારતીયો ખાધાખોરાકી પાછળ 2012 કરતાં 2018 માં ઓછો ખર્ચ કરતાં એમ એક સરકારી મોજણી કહે છે.

એકંદર ઘરેલુ પેદાશનું સૌથી મોટું ઘટક, ઉપભોગ પણ સૌથી નબળા સ્તરે રહ્યું હતું. ત્રીજું ભારતીય રીઝર્વ બેંક ભારતભરમાં હજારો ઘરમાં પૂછપરછ કરી દર બે મહિને મોજણી કરે છે કે લોકો આર્થિક રીતે,રોજગારીની રીતે અને ફુગાવાની દૃષ્ટિએ અગાઉના વર્ષ કરતાં સારી સ્થિતિમાં છે કે નહીં! પણ તેમાં બહુ ઓછા લોકોએ કહ્યું કે અમારી પરિસ્થિતિ સુધરી છે. આ પરિસ્થિતિ છેલ્લા 60 મહિનાથી એટલે કે પાંચ વર્ષથી રહી છે. ખાલી માર્ચ-એપ્રિલ-2019 ના ગાળા સિવાય બહુમતી ભારતીયોએ કહ્યું હતું કે અમારી પરિસ્થિતિ કથળી છે. ચોથું આપણા એકંદર ઘરેલુ ઉત્પાદનમાં વૃદ્ધિનું પ્રમાણ 2018 ના જાન્યુઆરીથી ઘટવા માંડયું છે. મહામારી પહેલાંના તેર ત્રિમાસિક ગાળા એટલે કે તેમાં પતન થયું. કોવિડ પહેલાં તેનું પ્રમાણ 3 ટકા હતું અને ઘણાને લાગે છે કે તે વધુ પડતો અંદાજ છે અને આપણે શૂન્ય વૃધ્ધિની નજીક છે. અન્ય નિર્દેશો આને ટેકો આપે છે.

કોવિડ અને લોકડાઉને આપણા અર્થતંત્રને બદતર બનાવ્યું પણ તે પ્રાથમિક કારણ ન હતું. માથાદીઠ એકંદર ઘરેલુ પેદાશમાં 2014 માં ભારતથી 50 ટકા બાંગ્લાદેશ આપણે લપસી પડયા હોવાથી આજે આપણાથી આગળ છે. પાંચમું આપણા મધ્યમ  વર્ગોની વૃધ્ધિ અટકી ગઇ છે. ભારતમાં વેચાતી કારની સંખ્યાનું પ્રમાણ છેલ્લાં દસ વર્ષથી એકસરખું જ રહ્યું છે. 2013 માં પણ 27 લાખ એકમ વેચાયાં હતાં તે જ આંકડો ગયા વર્ષે પણ રહ્યો છે અને 2019 માં પણ એ જ હતો. સોસાયટી ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સે માર્ચ 2020 એટલે કે મહામારી અને લોકડાઉન સુધીની માહિતીનું વિશ્લેષણ કરી કહ્યું હતું કે મહામંદીના વમળમાં જતાં પહેલાં મધ્યમાં હોવાની પરિસ્થિતિ છે. બે પૈંડાંનાં વાહનોનું વેચાણ પણ છેલ્લા એક દાયકાથી 1.6 કરોડ એકમની સંખ્યા પર સ્થિર રહ્યું છે. આઠ મોટાં શહેરોમાં આવાસોનું વેચાણ છેલ્લાં દસ વર્ષમાં ત્રણ લાખ એકમો પર સ્થિર રહ્યું છે. છઠ્ઠું 60 ટકા એટલે કે 80 કરોડ ભારતીયો સરકારના છ કિલો મફત અનાજ પર આધાર રાખી રહ્યાં છે. સાતમું 53 વૈશ્વિક આંક પર ભારતનો ક્રમ 2014 થી નીચે સરકતો રહ્યો છે. તેમાં વિશ્વ બેંક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને સંયુકત રાષ્ટ્રોનો સમાવેશ થાય છે.

પોતાનાં જ મુસ્લિમ નાગરિકોને પજવવાની 2014 પછી મુસલમાનોને નિશાન બનાવતા શ્રેણીબધ્ધ કાયદાઓ અને જાતિઓ અમલમાં આવ્યા તેમાં ગૌ માંસ ભક્ષણ, ઢોરની હેરાફેરી, આંતરધર્મી લગ્ન, મુસ્લિમ તલાક વગેરેના કાયદા આવ્યા અને ગુજરાતમાં મુસલમાનો દ્વારા મિલ્કત ભાડે લેવા-આપવા, ખરીદવા વગેરે પર નિયંત્રણ આવ્યા અને કાશ્મીરમાં એટલે કે લોકશાહી નહીં ધરાવતા ભારતના એક માત્ર ભાગમાં સતત હેરાનગતિ અને ઘાતકીપણું તેમ જ મુસલમાનો સામે હિંસા અને તેમનાં ધર્મસ્થાનો પર આક્રમણ વગેરે તેમજ કોવિડના ફેલાવા માટે તેમના પર ખોટા આક્ષેપો વગેરે થાય છે. કર્ણાટકમાં શું થઇ રહ્યું છે? સરકાર આર્થિક મોરચે નિષ્ફળ ગઇ છે યા સફળ નથી થઇ અને તે આ ક્ષેત્રે સફળ થઇ છે તેવું આપણે તારણ કાઢી શકીએ. હેરાનગતિનું ધ્યેય શું છે? કંઇ નહીં? હેરાનગતિ પોતે જ સાધન છે. આજે હિઝાબ છે તો કાલે માંસ છે, પરમ દિવસે નમાઝ હશે તો ચોથે દિવસે બીજું કંઇ. તે ચાલુ જ રહેશે. ભારતના પત્રકારો અહીં રાજય સાથે મળતિયાપણું ધરાવે છે. રવીશકુમાર કહે છે તેમ પત્રકારોએ અર્થતંત્ર ક્ષેત્ર પર ધ્યાન નથી આપ્યું જેટલું લઘુમતીઓની હેરાનગતિને પ્રોત્સાહન આપવા પર આપ્યું છે. આથી જ દેશ માટે મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top