National

આર્મી ડે પર આર્મી ચીફનું નિવેદન: સેના LAC પર દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર

કર્ણાટકમાં ભારતીય સેના (Indian Army) દ્વારા બેંગલુરુના ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડ પર આર્મી ડે (Army day) નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ભાગ લીધો હતો. આ અવસરે તેમણે કહ્યું કે પશ્ચિમી સરહદી વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ (Ceasefire) અકબંધ છે અને યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં ઘટાડો થયો છે. પરંતુ સરહદ (Border) પાર આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ અકબંધ છે. જમ્મુ અને પંજાબની આંતરરાષ્ટ્રીય સરહદે ડ્રોન દ્વારા શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી ચાલુ છે.

  • બેંગલુરુના ગોવિંદસ્વામી પરેડ ગ્રાઉન્ડ પર આર્મી ડે નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન
  • કાર્યક્રમમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ભાગ લીધો
  • કહ્યું- સરહદ પાર આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ અકબંધ
  • સેના LAC પર દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર

તેમણે કહ્યું કે ઉત્તરીય સરહદી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે. અમે LAC પર મજબૂત સંરક્ષણ જાળવી રાખીને કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છીએ. જવાનોને તમામ પ્રકારના શસ્ત્રો, સાધનો અને સુવિધાઓ પૂરતી માત્રામાં આપવામાં આવી રહી છે. મનોજ પાંડેએ કહ્યું કે અગ્નિપથ યોજનાની રજૂઆત સાથે એક ઐતિહાસિક અને પ્રગતિશીલ પગલું લેવામાં આવ્યું છે અમે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. પુરૂષ અગ્નિવીરોની પ્રથમ બેચની તાલીમ શરૂ થઈ છે. અગ્નિવીરોની વધુ પસંદગી માટે એક મજબૂત પ્રક્રિયા વિકસાવવામાં આવી છે.

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે પૂર્વોત્તર વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિમાં ચોક્કસ સુધારો થયો છે. ભારતીય સેનાએ હિંસાનું સ્તર નીચે લાવવા અને વિદ્રોહીઓને હિંસાનો માર્ગ છોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મોટાભાગના બળવાખોર જૂથોએ સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મુશ્કેલ પ્રદેશ અને ખરાબ હવામાન છતાં પણ આપણા બહાદુર સૈનિકો સરહદ પર તૈનાત છે. તેમને તમામ પ્રકારના શસ્ત્રો, સાધનો અને સુવિધાઓ પૂરતી માત્રામાં આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે ગયા વર્ષે સેનાએ સુરક્ષા સંબંધિત પડકારોનો દૃઢ નિશ્ચય સાથે સામનો કર્યો અને સરહદોની સક્રિય અને મક્કમ સુરક્ષા સુનિશ્ચિત કરી. સેનાએ ક્ષમતા વિકાસ, બળ પુનઃગઠન અને તાલીમમાં સુધારો કરવા માટે પગલાં લીધાં. આનાથી ભવિષ્યના યુદ્ધો માટેની તેની તૈયારીઓ વધુ મજબૂત બની. આર્મી ડે પરેડના અવસરે લેનાર મનોજ પાંડેએ કહ્યું કે પહેલીવાર આર્મી ડે પરેડ અને તેનાથી સંબંધિત અન્ય કાર્યક્રમો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ નવા પ્રયત્ન સાથે સેનાને લોકો સાથે જોડાવાની સુવર્ણ તક મળી છે.

Most Popular

To Top