Business

Xiaomiની ‘Mi’ ગેમ, કેમ આ ચીની કંપની પર EDએ કરી મોટી કાર્યવાહી?

નવી દિલ્લી: ભારતીય સ્માર્ટફોન (Smart Phone) અને સ્માર્ટ ટીવી માર્કેટમાં Xiaomi કંપનીએ ધીરે ધીરે ઓનલાઈન માર્કેટ દ્વારા ભારતીય બજારમાં ઓફલાઈન પ્રવેશ કર્યો અને હવે તે દેશની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંની (Brands)એક છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચીની કંપની Xiaomiની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જે Redmi અને Mi જેવી લોકપ્રિય મોબાઇલ ફોન બ્રાન્ડ બનાવે છે. ડિરેક્ટોરેટ કંપની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘનના આરોપોની તપાસ કરી રહ્યું છે. ભારતમાં (India) શાઓમી કંપનીનો પ્રવેશ વર્ષ 2014માં થયો હતો. જે બાદ માર્કેટમાં તેની ખૂબ માંગ વધી હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી, કંપની તેના ફોન કે ટીવીને લઈને નહીં પરંતુ તેની ‘M’ અને ‘I’ ગેમના કારણે ચર્ચામાં છે. જેમાં એમ એટલે મની લોન્ડરિંગ અને આઈ એટલે ઇન્ડિયા.

5,551 કરોડની સંપત્તિ જપ્ત
EDએ Xiaomi Indiaની રૂ. 5,551 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કંપનીના આ નાણાં ઘણી અલગ-અલગ બેંકોમાં જમા કરવામાં આવ્યા હતા. કંપની પર FEMAનું ઉલ્લંઘન કરવા ઉપરાંત મની લોન્ડરિંગનો આરોપ છે. Xiaomi ઇન્ડિયાએ 2014માં ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે ચીનની અગ્રણી મોબાઈલ કંપની Xiaomiની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. Xiaomi ઇન્ડિયાએ 2015 થી તેની પેરેન્ટ કંપનીને પૈસા મોકલવાનું શરૂ કર્યું. કંપનીએ કુલ રૂ. 5,551.27 કરોડ વિદેશી કંપનીઓને મોકલ્યા હતા.

Xiaomi ની M&I ગેમ શું છે?
EDએ કહ્યું કે કંપનીએ ત્રણ અલગ-અલગ વિદેશી કંપનીઓને 5,551.27 કરોડ રૂપિયા મોકલ્યા છે. આમાંની એક કંપની Xiaomi ગ્રુપનો ભાગ છે. આ પૈસા રોયલ્ટીના નામે મોકલવામાં આવ્યા છે. જે બે અન્ય કંપનીઓને પૈસા મોકલવામાં આવ્યા છે તે અમેરિકાની છે. Xiaomi ગ્રુપને આ ત્રણ કંપનીઓને મોકલવામાં આવેલા પૈસાનો છેલ્લો ફાયદો મળ્યો છે. કંપનીએ અનેક નકલી દસ્તાવેજો બનાવીને રોયલ્ટીના નામે આ રકમ મોકલી હતી, જે ફેમાની કલમ 4નું ઉલ્લંઘન છે. FEMA ની કલમ 4 વિદેશી હૂંડિયામણના હોલ્ડિંગ સાથે સંકળાયેલી છે. EDનું કહેવું છે કે આ સિવાય કંપનીએ વિદેશમાં પૈસા મોકલતી વખતે બેંકોને ઘણી ‘ભ્રામક માહિતી’ પણ આપી હતી.

અગાઉ EDએ Xiaomi ઈન્ડિયાના ભૂતપૂર્વ વડા અને ગ્લોબલ વીપી મનુ કુમાર જૈનને સમન મોકલવામાં આવ્યુ હતું, તેમજ તેમની સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. ED ફેબ્રુઆરીથી ભારતમાં કંપનીના કામકાજ અંગે તપાસ કરી રહી છે. ફેબ્રુઆરીમાં તપાસ એજન્સીએ કંપનીને નોટિસ મોકલીને અનેક દસ્તાવેજોની માંગણી કરી હતી.

Most Popular

To Top