ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ આજે (6 ડિસેમ્બર) વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમનું નેતૃત્વ કેએલ રાહુલ કરી રહ્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરી રહ્યા છે.
આ મેચ બંને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો છે. જે પણ ટીમ મેચ જીતશે તે શ્રેણી જીતશે. ભારતે રાંચીમાં પ્રથમ વનડે 17 રનથી જીત્યો હતો. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ રાયપુર વનડે 4 વિકેટથી જીતીને વાપસી કરી હતી.
આ મેચ માટે ભારતે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તિલક વર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાએ બે ફેરફાર કર્યા છે. નંદગે બર્ગર અને ટોની ડી જોર્ઝી ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા. ફાસ્ટ બોલર ઓટનીએલ બાર્ટમેન અને બેટ્સમેન રાયન રિકેલ્ટનને તેમની જગ્યાએ લેવામાં આવ્યા છે.
ત્રીજી વનડે માટે ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણ.
ત્રીજી વનડે માટે દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરામ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રુઇસ, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, લુંગી એનગીડી અને ઓટનિલ બાર્ટમેન.