તમિલનાડુ: હાલમાં જ રીલિઝ થયેલી સાઉથના સુપરસ્ટાર (South Superstar) થલાપતિ વિજયની ફિલ્મ ‘બીસ્ટ’ (હિન્દીમાં રો) રિલીઝ પહેલા જ વિવાદમાં (Dispute) આવી ગઈ હતી. બીસ્ટ (Beast) ફિલ્મ પર રિલીઝ પહેલા જ કુવૈત અને કતારમાં પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ હવે ભારતમાં (India) પણ આ ફિલ્મ પર પ્રતિબંધ (Banned) મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. ફિલ્મ પર શરૂઆતથી જ ધર્મને બદનામ કરવાનો આરોપ હતો. જેના કારણે ફિલ્મને પહેલાથી જ બે દેશોમાં રિલીઝ થતી અટકાવી દેવામાં આવી હતી. હવે ભારતમાં પણ ફિલ્મ બીસ્ટના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મ એક RAW એજન્ટ પર આધારિત છે. જેમાં દક્ષિણ અભિનેતા થલાપતિ વિજય મુખ્ય કલાકાર તરીકે જોવા મળે છે. RAW એજન્ટની ભૂમિકા ભજવતા અભિનેતા વિજય ફિલ્મમાં હાઇજેક થયેલા મોલને આતંકવાદીઓથી બચાવતા જોવા મળે છે. આ ફિલ્મ માટે અભિનેતાએ 100 કરોડ રૂપિયા લીધા છે. વિજય સાથે ફિલ્મમાં અભિનેત્રી પૂજા હેગડે જોવા મળી રહી છે.
તમિલનાડુ વિધાનસભાના સભ્ય એમ.એચ. ઝવાહિરુલ્લાએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને પત્ર લખ્યો છે. ઝવાહિરુલ્લાએ પત્ર લખીને સીએમને અભિનેતા વિજયની ‘બીસ્ટ’ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. કારણ કે તે સમગ્ર મુસ્લિમ સમુદાયને બદનામ કરી રહી છે. કતાર અને કુવૈતમાં ફિલ્મ પર પ્રતિબંધનું ઉદાહરણ આપતા ઝવાહિરુલ્લાએ કહ્યું કે મુસ્લિમ સમુદાયે કુદરતી આફત અને કોરોના રોગચાળા દરમિયાન સમુદાયની સેવા કરી છે. પરંતુ ‘બીસ્ટ’ તેને બદનામ કરે છે. તેમજ તેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની પણ શક્યતા છે.
તેમણે પોતાના પત્રમાં વધુમાં કહ્યું હતું કે તેમના મતે ‘વિશ્વરૂપમ’ અને ‘થુપક્કી’ જેવી ફિલ્મોએ પહેલા જ મુસ્લિમ સમુદાયને નીચે લાવી દીધો છે. આવી સ્થિતિમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બીસ્ટ’એ ફરી એકવાર આવી ફિલ્મ જોનારને પ્રમોટ કરી શકે છે. આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે અને નેલ્સન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.