World

ભારત-ફિલિપાઈન્સ વચ્ચે થઇ મજબૂત સંરક્ષણ ભાગીદારી, ચીનને થઇ ચિંતા

નવી દિલ્હી: એક તરફ ભારત (India) અને અમેરિકા (America) વચ્ચેના સંબંધો ગાઢ બની રહ્યા છે તો બીજી તરફ ચીનની (China) ચિંતા સતત વધી રહી છે. કારણ કે હવે ફિલિપાઈન્સના (Philippines) વિદેશ મંત્રીએ જાહેરાત કરી છે કે તે ભારત સાથે મજબૂત સંરક્ષણ જોડાણ (Defense Alliance) વિકસાવવા માંગે છે. છે. વાસ્તવમાં ફિલિપાઈન્સ ચીનનું દુશ્મન છે અને તે ભારતની મદદથી પોતાની સુરક્ષા મજબૂત કરવા માંગે છે. આ મુદ્દે ફિલિપાઈન્સે એમ પણ કહ્યુ છે કે તે ભારત પાસેથી લશ્કરી સાધનો પણ ખરીદવાની આશા રાખે છે. જો કે ફિલિપાઈન્સના વિદેશ મંત્રી મનાલોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીનના વધતા સૈન્ય આક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચીનની હાજરીને વારંવાર પડકારી- ફિલિપાઈન્સ વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની તેમની બેઠક પહેલા એક કાર્યક્રમને સંબોધતા મનાલોએ જણાવ્યું હતું કે ફિલિપાઈન્સે દક્ષિણ ચીન સાગરમાં તેના દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)માં ચીનની હાજરીને વારંવાર પડકારી છે અને તે આમ કરવાનું ચાલુ રાખશે. ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા મનાલોએ વધુમાં કહ્યું કે 10 આસિયાન (એસોસિએશન ઑફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ) દેશો અને ચીન દક્ષિણ ચીન સાગર માટે આચારસંહિતાનો મુસદ્દો તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે, પરંતુ તેઓને તેના સકારાત્મક પરિણામની ખાતરી નથી. . ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA)ના લેક્ચર પ્રોગ્રામમાં પોતાના સંબોધનમાં ફિલિપાઈન્સના વિદેશ મંત્રીએ કહ્યું કે આ કોડ તૈયાર કરવાનો હેતુ દક્ષિણ ચીન સાગરમાં કોઈપણ પ્રકારના સૈન્ય સંઘર્ષને રોકવાનો છે.

ફિલિપાઈન્સ ભારત પાસેથી લશ્કરી સાધનો ખરીદશે
ભારત પાસેથી લશ્કરી સાધનોની ખરીદી અંગેના પ્રશ્નના જવાબમાં ફિલિપાઈન્સના વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ભારત સાથે ખૂબ જ મજબૂત સંરક્ષણ સહયોગ વ્યવસ્થા વિકસાવવા માંગીએ છીએ. અમે કેટલાક સંભવિત સોદાઓ પર આગળ વધ્યા અને મને લાગે છે કે અમે વધુ ડીલોની રાહ જોઈ રહ્યા છીએ. હું દૂરના ભવિષ્યની નહીં પણ નજીકના ભવિષ્યની વાત કરી રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે ચીન સાથે તેમના દેશના સંબંધોમાં સૌથી મોટો પડકાર ફિલિપાઈન્સના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (EEZ)માં ચીનની હાજરી છે. વિદેશ મંત્રીએ કહ્યું, “અમે નિયમિત રીતે ચીન સમક્ષ અમારી ચિંતા વ્યક્ત કરી છે પરંતુ સાથે જ અમે એ પણ કહેવા માંગીએ છીએ કે આ મતભેદો ચીન સાથેના અમારા સંબંધોનું મૂળ નથી.

અગાઉ પણ ભારત સાથે ડીલ કરી છે
વિદેશમંત્રી એનરિક એ મનાલોએ ફિલિપાઈન્સને ભારતના મુખ્ય ભાગીદાર તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે મનીલા દરિયાઈ સુરક્ષા, સાયબર-આતંકવાદ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આબોહવા તકનીકોના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા માંગે છે. ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધો વધી રહ્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ફિલિપાઈન્સે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલની ત્રણ બેટરી ખરીદવા માટે ભારત સાથે USD 375 મિલિયનનો સોદો કર્યો હતો.

Most Popular

To Top