બ્રિસ્બેન: 23 ઓક્ટોબરે પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ સુપર-12 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની (Team India) તૈયારીઓની દૃષ્ટિએ આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ બ્રિસબેનમાં (Brisbane) મુશળધાર વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી છે. ભારતે પ્રથમ વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને (Australia) હરાવ્યું હતું, જેમાં કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવે ભારત માટે શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે ભારે વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડની (New Zealand) વોર્મ અપ મેચ (Warm up match) રદ્દ કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે અત્યાર સુધી પ્રેક્ટિસ મેચમાં ટોસ થઈ શક્યો નથી. બ્રિસ્બેનમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેચ વરસાદના કારણે ધોવાઇ જશે. જો ટોસ સાંજે 4.16 વાગ્યા સુધીમાં કરવામાં આવે તો 5-5 ઓવર રમી શકાય છે. જો તે સમય સુધીમાં ટોસ નહીં યોજાય તો મેચ રદ્દ કરવામાં આવશે. વરસાદના કારણે આ મેદાન પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ બિનઅસરકાર રહી હતી.
બંને ટીમની ટીમમાં કોણ છે?
ટીમ ભારત – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી. અનામત: શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ
ટીમ ન્યુઝીલેન્ડ – કેન વિલિયમસન (કેપ્ટન), ટિમ સાઉથી, ઈશ સોઢી, મિશેલ સેન્ટનર, ગ્લેન ફિલિપ્સ, જીમી નીશમ, ડેરેલ મિશેલ, એડમ મિલ્ને, માર્ટિન ગુપ્ટિલ, લોકી ફર્ગ્યુસન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, માઈકલ બ્રેસવેલ, ટ્રેન્ટ બોલ્ટ, ફિન એલન
શમી એક ઓવર નાંખી હીરો બન્યો, કોહલીએ બાઉન્ડ્રી પર એક હાથથી પકડેલા કેચે દિલ જીત્યા
બ્રિસબેન: T20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડ પહેલા આજે સોમવારે ભારત તેની પહેલી પ્રેક્ટિસ મેચ બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. T20માં વિશ્વની નંબર વન ટીમ ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ પણ ભારે રોમાંચક રહી હતી. છેલ્લી બોલ સુધી કોણ જીતશે તે નક્કી નહોતું. ભારતે સોંપેલા 187 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા 6 રનથી હાર્યું હતું. આખીય મેચમાં પેવેલિયનમાં બેઠેલાં મહોમ્મદ શમીએ છેલ્લી ઓવર નાંખવા મેદાનમાં આવી અને બધું ફેમ લૂંટી લીધું હતું. શમીની છેલ્લી ઓવરની છેલ્લી 4 બોલમાં 4 વિકેટ પડી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાની 6 રનથી શાનદાર જીત થઈ હતી.