National

જાણો ભારતના આકાશમાં દેખાયેલા રહસ્યમય પ્રકાશનું સત્ય શું છે?

નવી દિલ્હી: શનિવારે રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ આકાશમાંથી (Sky) પસાર થતા ભેદી અગનગોળાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. થોડી જ વારમાં આ પ્રકાશ અદૃશ્ય થઈ ગયો હતો. ઘણા લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા (Social media) પર શેર કર્યો. ગુજરાત, મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશના (Madhya pradesh) ઘણા ભાગોમાં રાત્રિના અંધારામાં એક રહસ્યમય પ્રકાશ (Mysterious light) દેખાયો. આ નજારો આકાશમાં જોવા મળ્યો, લોકો કહે છે કે તેઓએ ઘણી તેજસ્વી રેખાઓ જોઈ. આ પછી એવી અટકળો લગાવવામાં આવી હતી કે તે ઉલ્કા પિંડોનો (Meteorites) વરસાદ હોઈ શકે છે અથવા તે એક પડી રહેલો ઉપગ્રહ (Satellite) અથવા ઉપગ્રહનો કાટમાળ હોઈ શકે છે. જોકે વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ચીની રોકેટના (Chinese rocket) ભાગો હતા. અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું કે ચીનનું રોકેટ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી રહ્યું છે. પૃથ્વી તરફ પાછું પડતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલોક ભાગ બળી ગયો હતો.

આ ઘટનાને પોતાની આંખોથી જોનાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે રામેશ્વર મંદિર પાસે આકાશમાં આ અદ્ભુત અવકાશી ઘટના જોઈ. પહેલા એવું માનવામાં આવતું હતું કે તે ફટાકડા હશે, પરંતુ તરત જ લાગ્યું કે તે એક અલગ જ આકાશી ઘટના છે. સમગ્ર ભારતમાં આકાશમાં ભેદી અગનગોળો દેખાતા કૂતુહલતા સર્જાયું હતું. વાસ્તવમાં મહારાષ્ટ્રના નાગપુર, ચંદ્રપુર, અકોલા અને જલગાંવ ઉપરાંત મધ્યપ્રદેશના ઈન્દોર, ખરગોન, ઝાબુઆના ઘણા જિલ્લાઓમાં લોકોએ રાત્રિના આકાશમાં રહસ્યમય લાઈટો જોવાનો દાવો કર્યો હતો. આ પછી, લોકોમાં અફવા ફેલાઈ ગઈ કે આ ઉલ્કા પિંડોનો વરસાદ છે કે કોઈ ઉપગ્રહ પડી રહ્યો છે. જો કે, અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેકડોવલે ટ્વિટ કર્યું હતું કે તે ચીનનું રોકેટ ચેંગ ઝેન 3B હતું.

ચાઈનીઝ રોકેટ પૃથ્વી પર ફરી પ્રવેશે છે?
અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું કે ચીનનું રોકેટ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી રહ્યું છે. તે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં છોડવામાં આવ્યું હતુ. ત્યાર બાદ પૃથ્વી તરફ પાછું પડતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલોક ભાગ બળી ગયો હતો. તેણે કહ્યું કે મારા મતે, આ તેજસ્વી રેખાઓ તેના બળી જવાથી જન્મી છે. તેની દિશા ઉત્તરથી પૂર્વ તરફ હતી. તે ચાર ભાગોમાં વહેંચાયેલું હતું. આના કારણે કોઈ નુકસાન થયું નથી અને ડરવાની કોઈ વાત નથી.

Most Popular

To Top