શ્રીહરિકોટા(ShriHarikota): ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 (Chandrayan3) ના ઐતિહાસિક લેન્ડિંગ બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ISROનું સૂર્ય મિશન (SunMission) આદિત્ય-L1 (Aditya L1) આજે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના (AndhraPradesh) શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી (Shri Harikota Space Station) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ થયાના બરાબર 125 દિવસ પછી તે તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ બિંદુએ પહોંચ્યા પછી આદિત્ય-L1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે.
ઈસરોએ પોતાના પહેલાં સૂર્ય મિશન PSLV-C57/Aditya-L1 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોન્ચિંગ શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી નિર્ધારિત સમય 11.50 કરાયું હતું. આ લોન્ચિંગ પીએસએલવી-એક્સએલ રોકેટથી કરાયું હતું. આ રોકટ 25મી વાર ઉડ્યું છે. પીએસએલવી-એક્સએલ રોકેટ આદિત્ય યાનને તેના નિર્ધારિત ઓર્બિટમાં છોડવા નીકળી ચૂક્યું છે. લોન્ચના અંદાજે એક કલાક બાદ આદિત્ય એલ 1 તેની નક્કી કરાયેલી ભ્રમણકક્ષામાં પહોંચી જશે.
આદિત્ય એલ1 નું વજન 1480.7 કિલોગ્રામ છે. લોન્ચની લગભગ 63 મિનિટ પછી રોકેટથી આદિત્ય એલ-1 સ્પેસક્રાફટથી છુટું પડશે. આમ તો રોકેટ માત્ર 25 મિનિટમાં જ આદિત્ય એલ1ને તેની ભ્રમણકક્ષામાં પહોંચાડી દેશે. રોકેટની આ સૌથી ઊંચી ઉડાનો પૈકીની એક છે.
Aditya L1 અંદાજે 63 મિનિટ અને 19 સેકન્ડ બાદ અવકાશમાં 235×19500 કિ.મી.ની ભ્રમણકક્ષામાં પહોંચશે. આદિત્ય અવકાશયાન લગભગ 4 મહિના બાદ લેગેન્જ પોઈન્ટ 1 (L1) પર પહોંચશે. તે લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ પોઈન્ટ પર પહોંચ્યા પછી આદિત્ય-એલ1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે. આ પોઈન્ટ ગ્રહણથી પ્રભાવિત નથી, જેના લીધે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાશે. આ મિશનનો અંદાજિત ખર્ચ 378 કરોડ છે.