SURAT

સચિન નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જતા કારખાનેદારના બંને પગ કપાયા, હોસ્પિટલ પહોંચે તે પહેલાં…

HTML Button Generator

સુરત (Surat) : મુંબઈથી (Mumbai) પરત સુરત આવતા પાવરલુમ્સના (PowerLooms) કારખાનેદાર સચિન નજીક ચાલુ ટ્રેનમાંથી (Train) રહસ્યમય રીતે નીચે પડી ગયા હતા. નીચે પડ્યા બાદ પગ ટ્રેનના પૈંડા નીચે આવી જતા કારખાનેદારના બન્ને પગ કપાઈ ગયા હતા. કારખાનેદારને હોસ્પિટલ પહોંચાડે તે પહેલાં તેમનું કરુણ મોત નિજપયુ હતું. આ અકસ્માત કેસમાં મૃતક કારખાનેદારના પરિવારજનોએ કંઈક અનહોનિ થઈ હોવાની આશંકા સાથે તપાસની માંગ કરી છે.

પરિવારે જણાવ્યું હતું કે પ્રવીણભાઈ સાથે કોઈ અનહોનિ થઈ હોવી જોઈએ. ઘટનાની સંપૂર્ણ તપાસ થાય અને હકીકત બહાર આવે એ જ સાચો ન્યાય કહીશું. પ્રવીણભાઈના મોત ને લઈ પરિવાર આઘાતમાં સરી પડ્યું છે. વિદેશમાં રહેતા બન્ને પુત્રોને જાણ કરાઈ છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના લગભગ શુક્રવાર ની સાંજે 5 વાગ્યા ના અરસામાં બની હોય એમ કહી શકાય છે. ટ્રેક પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ પ્રવીણભાઈ ને 108ની મદદથી સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈના બન્ને પગ કપાઈ જવાથી મોટી માત્રામાં લોહી વહી ગયું હતું. બ્લડ લોસને કારણે તેમનું મૃત્યુ થયું હોય એવું પ્રાથમિક અનુમાન લગાવી શકાય છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે ત્યાર બાદ ચોક્કસ કારણ જાણી શકાશે.

વિક્કી (ભત્રીજા) એ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ પાવર લુમ્સના ખાતેદાર હતા. અવારનવાર મુંબઈ મિત્રને મળવા જતા હતાં. તેમના બન્ને પુત્રો વિદેશમાં છે. ઘટનાની જાણ થયા બાદ તેમના પત્ની સિવિલ દોડી ગયા હતા. વિદેશમાં રહેતા પુત્રોને પણ જાણ કરી દેવાઈ છે.

પ્રવીણભાઈ સાથે કોઈ અનહોનિ થઈ હોય એવી આશંકા છે. સચિન-સુરત રેલવે ટ્રેક પર દંડો મારી મોબાઇલ સ્નેચિંગની ઘટના અવારનવાર બનતી હોય છે. આવી કોઈ ઘટનાનો ભોગ પણ પ્રવીણભાઈ બન્યા હોય એવી શંકા છે. ઘટનાના CCTV ચેક કરવા માંગણી કરી છે. જો કોઈ અનહોનિ થઈ હશે તો ન્યાય માટે લડીશું.

Most Popular

To Top