નવી દિલ્હી: કેનેડા (Canada) બાદ લંડનમાં (London) ખાલિસ્તાનીઓએ (Khalistani) વિરોધ (Protest) પ્રદર્શન કર્યું. ખાલિસ્તાનીઓ ફરી એકવાર ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા. વિરોધીઓએ બ્રિટિશ સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ભારત વિરોધી બેનરો લહેરાવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ આ વખતે ખાલિસ્તાનીઓએ ભારતના ત્રિરંગા (Indian Flag) પર ગૌમૂત્ર ફેંક્યું હતું. પરંતુ તરત જ એક ભારતીય યુવકે તિરંગો ઉપાડીને તેનું સન્માન બચાવ્યું હતું. લંડનમાં આ તાજેતરનું પ્રદર્શન એવા સમયે થયું છે જ્યારે તાજેતરમાં જ ભારતીય રાજદ્વારીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં પણ ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસમાં આવી જ રીતે પ્રદર્શન કર્યું હતું.
ગાંધી જયંતિ નિમિત્તે ખાલિસ્તાનીઓએ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું. પરમજીત સિંહ પમ્માના નેતૃત્વમાં આ પ્રદર્શન થઈ રહ્યું હતું. દલ ખાલસા યુકેના શીખોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સંસ્થાના વડા ગુરુચરણ સિંહે ભારતના ત્રિરંગા રાષ્ટ્રધ્વજ પર ગૌમૂત્ર ફેંક્યું હતું. આ સાથે તેણે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને પણ આ જ ગૌમૂત્ર પીવા માટે કહ્યું હતું. પ્રદર્શન દરમિયાન પમ્માને ભારતને પડકાર ફેંક્યો હતો અને નિજ્જરની હત્યાનો બદલો લેવાની ધમકી પણ આપી હતી. અગાઉ ખાલિસ્તાનીઓએ માર્ચમાં પણ આવી જ રીતે હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. તે સમયે અવતાર સિંહ ખંડાએ ત્રિરંગો હટાવીને ફેંકી દીધો હતો. તેમજ ત્યાં ખાલિસ્તાનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો.
#Exclusive
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 3, 2023
Yesterday, Monday, on Gandhi Jayanti, Khalistanis held a protest outside the Indian High Commission in London (@HCI_London)
An Indian to the rescue of the Indian tricolour.
Gurcharan Singh – leader of Dal Khalsa UK affiliated with SFJ, poured cow urine on the… https://t.co/RFVB1LzbuG pic.twitter.com/x5bVrXxPXq
ખાલિસ્તાન સમર્થકોએ સોમવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ બ્રિટિશ સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ભારત વિરોધી પ્લેકાર્ડ લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાલિસ્તાન તરફી કેટલાક વિરોધીઓએ બ્રિટિશ સુરક્ષા દળોની હાજરીમાં હાઈ કમિશનની સામે આ કર્યું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરમાં જ ભારતીય રાજદ્વારીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં પણ લંડનમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો. બ્રિટનમાં ભારતીય દૂતાવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.