કેરળ: દેશમાં આવા ઘણા મંદિરો (Temple) છે, જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને તેની મોટાભાગે ચર્ચા થાય છે. પરંતુ દેશમાં (India) એક એવું મંદિર પણ છે જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ (Restriction on entry of men) છે. આ મંદિરમાં પૂજા કરવા માટે તેણે મહિલાઓની જેમ સંપૂર્ણ સોળ શ્રૃંગાર કરવાનો હોય છે. આ ખાસ મંદિરો કેરળના (Kerala) કોલ્લમ જિલ્લામાં છે. આ કોટ્ટનકુલંગારા શ્રીદેવી મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કુ ઉત્સવ ઉજવવામાં આવે છે.
કેરળના કોલ્લમ જિલ્લામાં સ્થાપિત ‘કોટ્ટનકુલંગારા દેવી’ના આ મંદિરમાં પૂજાનો વિશેષ નિયમ છે. અહીં કોઈપણ પુરુષને મંદિરમાં ત્યારે જ પ્રવેશ આપવામાં આવે છે જ્યારે તે સ્ત્રીની જેમ 16 શણગાર સાથે આવે. નોંધનીય છે કે મંદિરમાં એક કે બે શણગાર કરીને પણ પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ સમગ્ર 16 શણગાર કરવાનો કડક નિયમ છે.પુરુષો માત્ર સ્ત્રીઓની જેમ સાડીઓ જ પહેરતા નથી, પણ જ્વેલરી, મેક-અપ અને વાળમાં ગજરા પણ પહેરે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે કોઈ વય મર્યાદા નથી. એટલું જ નહીં ટ્રાન્સજેન્ડર લોકો પણ આ મંદિરમાં પૂજા કરવા આવે છે. મંદિરમાં પુરુષો માટે દેવીની પૂજા કરવાનો આ અનોખો રિવાજ ઘણા વર્ષોથી ચાલી આવે છે.
મંદિર પરિસરમાં જ એક મેક-અપ રૂમની વ્યવસ્થા
સામાન્ય રીતે પુરુષો 16 શણગાર સાથે બહારથી આવે છે. પણ જો કોઈ બીજા શહેરમાંથી આવ્યું હોય અથવા જો તે બહારથી શણગાર કરીને ન આવ્યો હોય તો તેના માટે મંદિરમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં જ એક મેક-અપ રૂમ છે. જ્યાં પુરુષો 16 શણગાર કરી શકે છે. કહેવાય છે કે પુરૂષો અહીં સારી નોકરી અને સારી પત્નીની ઈચ્છા લઈને આવે છે અને મંદિરના નિયમો અનુસાર પૂજા કરવાથી તેમની ઈચ્છા પૂરી થાય છે. આ જ કારણ છે કે મહિલાઓના વેશમાં મોટી સંખ્યામાં પુરૂષો અહીં પહોંચે છે. આ સાથે જ માતાની પૂજા કરવાથી તેમને ઈચ્છિત નોકરી અને પત્નીના આશીર્વાદ મળે છે.
દર વર્ષે માતાની મૂર્તિમાં થોડા ઇંચનો વધારો થવાની માન્યતા
એવું માનવામાં આવે છે કે મંદિરમાં સ્થાપિત માતાની મૂર્તિ પોતે જ પ્રગટ થઈ છે. આ સિવાય કેરળ રાજ્યમાં આ એકમાત્ર મંદિર છે, જેનાં ગર્ભગૃહ પર કોઈપણ પ્રકારની છત નથી. વર્ષો પહેલા કેટલાક ઘેટાંપાળકોએ મહિલાઓની જેમ પોશાક પહેરીને મંદિરના સ્થળે જ પથ્થરને ફૂલ ચઢાવતા હતા. આ પછી, પથ્થરમાંથી શક્તિની ઉત્પત્તિ થઈ. ધીરે ધીરે આસ્થા વધતી રહી અને આ જગ્યા મંદિરમાં ફેરવાઈ ગઈ. મંદિર વિશે અન્ય એક દંતકથા પ્રચલિત છે કે દર વર્ષે માતાની મૂર્તિમાં થોડા ઇંચનો વધારો થાય છે.