છેલ્લા કેટલાક લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે નિંતરત યુધ્ધ ચાલી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ યુરોપના દેશો અને અમેરિકાએ રશિયા પર આકરા આર્થિક પ્રંતિબંધો મુકયા છે પરંતુ આ સમગ્ર વિશ્વની ઘટના ક્રમમાં ભારત નિર્વિવાદીત અને તટસ્થ રહ્યું છે. ભારત પોતાના જુના અને વિશ્વાસુ મિત્ર દેશ રશિયા પાસેથી તૈલની આયાત કરે છે તો તેમાં કશું જ અયોગ્ય નથી વિશ્વમાં દરેક દેશ પોતાની વિદેશી નિતિ માટે મુકત છે. તમે એમાં અમેરિકા પરોક્ષ રીતે ભારતને રશિયા પાસેથી તેલ આયાત ન કરવા અંગે દબાણ કરતુ હોય કે પછી ભારત તેલ આયાત કરશે તો એની કિંમત ચૂકવવી પડશે એવી ધમકી આપતુ હોય તો તે બિલકુલ ગેરવ્યાજબી અને આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરૂધ્ધ છે. આ અંગે ભારતે વિશ્વને પોતાનો નિર્ણય નિભર્યતાથી જણાવી દીધો છે. ભારત એજ કરશે જે ભારત અને ભારતનો લોકોના હિંતમાં હશે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારત પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર છે
By
Posted on