કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને એના ભરડામાં લઈ લીધું છે અને એક વર્ષ જેવો સમય થઈ ગયો છે. ઘણા દેશો એના વેક્સીન માટે લાગી ગયા છે. ભારતમાં પણ વેક્સિનેશન અભિયાનને એક અઠવાડિયું થઈ ચૂક્યું છે. ભારત અત્યારે પોતાના પડોશી અને મિત્ર દેશોને એવું કહી રહ્યો છે કે કોરોના વેક્સીનની ચિંતા કરતાં નહીં.
અમે તમને આપીશું. આપણા દેશે ગયા અઠવાડિયે વીસ લાખ વેક્સિન બાંગ્લા દેશને, દસ લાખ વેક્સિન નેપાળને , દોઢ લાખ વેક્સિન ભૂતાનને અને એક લાખ વેક્સિન માલદીવ રવાના કરી હતી. હજુ આપણો દેશ મ્યાનમારને પણ કોરોનાની વેક્સિન આપવાનો છે. આ આપણે તેમને ગિફ્ટ તરીકે એટલે કે કોઈ નાણાં લીધા વગર આપી છે.
બ્રાઝિલના પ્રમુખ શ્રી જાયર બોલસોનારોએ પણ આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને વેક્સિન મોકલવાનો અનુરોધ કરતાં એક ખાસ વિમાન મોકલ્યું હતું અને ભારતે બ્રાઝિલને કોરોના વેકિસનનો પહેલો જથ્થો મોકલતાં તેમના આનંદનો પાર ના રહ્યો અને સંજીવનીના રૂપમાં વેકિસન લઇ જતા પવનપુત્ર હનુમાનજીની તસવીર મોકલી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો.આપણે બધા જાણીએ છીએ કે સંબંધ કેવો છે એ જયારે જરૂર પડે ત્યારે જ ખબર પડે. મુશ્કેલીમાં જે મદદે આવે એ સાચો દોસ્ત. ભારત વિરોધી વિચારસરણી ધરાવતા પણ ભારતના આ પગલાંના વખાણ કરી રહ્યા છે.આપણો દેશ “ વસુધૈવ કુટુંબકમ્ “ ના સિધ્ધાંતમાં માનનારો દેશ છે.
સુરત -સૃષ્ટિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.