મન કી બાત: ભારતે નિકાસનો રેકોર્ડ તોડ્યો, ભારતની સપ્લાય ચેઇન દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો સંબોધન કરે છે. જો કે ચાર રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મન કી બાતનું આ પ્રથમ પ્રસારણ હશે. કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતમાં બનેલી વસ્તુઓની વિશ્વમાં માંગ, નિકાસમાં મળેલી સિદ્ધિ વિશે વાત કરી હતી. દેશે $400 બિલિયનની નિકાસનો મહત્વાકાંક્ષી લક્ષ્‍યાંક નક્કી કર્યો હતો. જે 31 માર્ચના અંતના નવ દિવસ પહેલા હાંસલ કરવામાં આવ્યો છે. આગામી નવ દિવસમાં આંકડો કંઈક અંશે વધશે. ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાની સફરમાં આ એક સીમાચિહ્નરૂપ છે. હવે સ્થાનિક વૈશ્વિક બની ગયું છે.

પીએમએ દેશની અર્થવ્યવસ્થાને આવકારી
પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં કહ્યું કે આપણા દેશે 30 લાખ કરોડની નિકાસ કરી છે, જે ઐતિહાસિક ઉપલબ્ધિ છે. જે ભારતીય માટે ગર્વની વાત છે. ભારતે ગયા અઠવાડિયે 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કર્યો છે. જો કે તે અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ મુદ્દો છે. પરંતુ તે ભારતની ક્ષમતા સાથે વધુ સંબંધિત છે. ભારતમાં બનેલી વસ્તુઓની માંગ સમગ્ર વિશ્વમાં ખૂબ વધી રહી છે. એક સમયે ભારતની નિકાસનો આંકડો પ્રમાણમાં ઓછો હતો. જે આજે ભારત 400 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. તેનો એક અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે.

મુખ્ય નિકાસ ઉત્પાદનો: ખેતી ઉત્પાદનો, પેટ્રોલિયમ, ઈલેક્ટ્રોનિક્સ, ઈજનેરી, ચામડું, કોફી, પ્લાસ્ટિક, તમામ કાપડના તૈયાર વસ્ત્રો, માંસ, ડેરી ઉત્પાદનો, દરિયાઈ પેદાશો અને તમાકુ.

ભારતની સંસ્કૃતિ આપણી સૌથી મોટી તાકાત: પીએમ મોદી
ભારત વિવિધતામાં એકતા ધરાવતો વિકાસશીલ દેશ છે. આ બાબતે વડાપ્રધાને મન કી બાતમાં કહ્યું કે પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની આ વિવિધતા ભારતને એક કરે છે અને એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવે છે. ભારતની સંસ્કૃતિ, આપણી ભાષાઓ, આપણી બોલીઓ, આપણી જીવનશૈલી, ખોરાકનું વિસ્તરણ, તહેવારો આ બધી વિવિધતા એક મહાન શક્તિનું નિર્માણ કરા છે. જે અદ્રિતીય છે. તેમાં આપણાં ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક કથાઓ બંનેનો પણ ઘણો મોટો ફાળો છે.

Most Popular

To Top