નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સમયપુર બાદલી વિસ્તારથી દુષ્કર્મની (Rape) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 40 વર્ષના આરોપીએ (Accused) તેના મિત્ર સાથે મળી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું હતુ. આ બહેનોમાંથી એક તો માત્ર 6 મહિનાની છે જ્યારે બીજી માનસિક રીતે અસ્વસ્થ છે, જેની ઉંમર 14 વર્ષની છે. શનિવારે બંને આરોપીઓ સાથેની અથડામણમાં એકની ધરપકડ કરવામાં પોલીસને (Police) સફળતા મળી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. તેથી પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.
- દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીઓમાં એક 14 વર્ષની અને બીજી છ મહિનાની છે
- બંને આરોપીએ નશો કરી દુષ્કર્મ આચર્યું
- એકની ધરપકડ કરી લેવાઇ, જ્યારે બીજો આોરપી ફરાર છે
મળતી માહિતી મુજબ પકડાયેલ આરોપીની ઓળખ ચિનુ તરીકે થઇ છે. જ્યારે જે ફરાર છે તેનુ નામ રાજુ છે. શુક્રવારે સાંજે કામ પરથી ઘરે પરત ફરતી વખતે, મહિલાએ જોયું કે ચીનુ અને રાજુ પડોશમાં તેની પુત્રીઓ સાથે દુષ્કર્મ આચરી રહ્યા હતા. આ અંગે ફરિયાદનો ઉલ્લેખ કરતાં પોલીસે કહ્યું કે મહિલાને જોઈને તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. બાળકીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારપછી ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી શનિવારે ચિનુ સમયપુર બદલી મેટ્રો સ્ટેશન પાસેના પાર્કમાં મળી આવ્યો હતો. પોલીસે તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તે રાજી ન થયો, એટલું જ નહિ પરંતુ બદલામાં તેણે પિસ્તોલ કાઢી અને પોલીસ પર ગોળીબાર કર્યો.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેને બે પુત્રીઓ છે – એક 14 વર્ષની છે, જેની માનસિક સ્થિતિ સારી નથી અને બીજી છ મહિનાની છે. શુક્રવારે સાંજે કામ પરથી ઘરે પરત ફરતી વખતે બંને બાળકીઓ ગુમ હતી. જ્યારે તેણીએ તેના પડોશમાંથી ચીસો સાંભળી, ત્યારે જાણવા મળ્યું કે ચિનુ અને રાજુ તેની પુત્રીઓ પર દુષ્કર્મ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે મહિલાને જોઈને આરોપી સ્થળ પરથી ભાગી ગયો.
પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ અને એક ખાલી કારતૂસ મળી આવ્યો છે. જ્યારે બીજા આરોપી રાજુને પકડવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ જહાંગીરપુરીનો રહેવાસી છે. ચિનુ મજૂરી કામ કરતો હતો, પરંતુ હાલમાં તે બેરોજગાર હતો. ગુના દરમિયાન બંને આરોપીઓ નશામાં હતા.