ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રણ મેચની વનડે ક્રિકેટ (Cricket) શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ હતી. આ શ્રેણીની બીજી મેચ ઇંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી જીતી લીધી છે. ડકવર્થ લુઈસ નિયમના આધારે ભારતે 99 રનથી જીત મેળવી હતી. આ સાથે ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 399 રન બનાવ્યા હતા. વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કાંગારૂ ટીમ 28.2 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે પેટ કમિન્સની જગ્યાએ સ્ટીવ સ્મિથ આજે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહ્યાં હતા. તો બીજી તરફ ભારત તરફથી બુમરાહ આ મેચમાં રમ્યો ન હતો તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી હતી.
ઈન્દોરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 400 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર 383 રન હતો જે તેણે નવેમ્બર 2013માં બેંગલુરુમાં બનાવ્યો હતો. એટલુંજ નહીં સમગ્ર ODIમાં આ ભારતનો સાતમો સર્વોચ્ચ સ્કોર છે. ODIમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 418/5 છે જે તેણે ડિસેમ્બર 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો. ઈન્દોરના મેદાન પર આ ભારતનો બીજો સૌથી મોટો સ્કોર છે.
વરસાદના કારણે મેચ રોકાયા બાદ ટીમ ઈન્ડિયાની સારી શરૂઆત કરી હતી. હાલ શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે ક્રિઝ પર સારું પ્રદર્શન કર્યું હતું. ગિલે પોતાના કરિયની 10મી ફિફ્ટી અને અય્યરે કરિયરની 15મી ફિફ્ટી પૂરી કરી છે. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ ઓપનિંગ કરવા ઉતર્યા હતા. ગાયકવાડે ચોગ્ગો ફટકારી ઈનિંગની શરૂઆત કરી હતી. 30 ઓવરમાં ભારતનો સ્કોર એક વિકેટ પર 210 રન હતો.
ભારતનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં 86 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની ત્રીજી અને એકંદરે ચોથી સદી હતી. 90 બોલમાં 105 રન બનાવી તે આઉટ થયો હતો. તો બીજી તરફ શુભમન ગિલે 90 બોલમાં 100 રન બનાવ્યા હતાં. ઇંદોરમાં તેનો આ બીજો શતક છે. 33 ઓવરના અંતે ભારતનો સ્કોર 231 રન પર પહોંચ્યો હતો.
સુર્યકુમારે ફટકારી એક ઓવરમાં 4 સિક્સર
આ પછી છેલ્લી 10 ઓવરમાં બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મેદાનમાં પ્રવેશતાની સાથે જ તોફાન મચાવી દીધું હતું. સૂર્યાએ આ મેચમાં પ્રવેશતાની સાથે જ સિક્સરની એક લાઈન ફટકારી હતી. જેમાં કેમરૂન ગ્રીનની એક જ ઓવરમાં 4 સિક્સર પણ સામેલ હતી. 44માં ઓવરના પહેલા 4 બોલ પર સૂર્યાએ સિક્સર ફટકારી હતી. જે બાદ એવી આશા રાખવામાં આવી રહી હતી કે યુવરાજ સિંહની જેમ તે પણ સતત 6 સિક્સર ફટકારે પરંતુ આવું ન થયું. યુવરાજે 2007 T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. વધુ બે બેટ્સમેન હર્શેલ ગિબ્સ અને કિરોન પોલાર્ડ પણ આ યાદીમાં સામેલ છે.
જણાવી દઈએ કે ત્રણ મેચોની આ શ્રેણીમાં હાલ ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમ આ શ્રેણી પણ પોતાના નામ પર કરી લેશે. ભારત અત્યારે નંબર-1 પર છે. વર્લ્ડ કપમાં નંબર-1 તરીકે પ્રવેશવા માટે ટીમ માટે શ્રેણીની બે મેચ જીતવી જરૂરી છે. જણાવી દઈએ કે ઇંદોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતીય ટીમ એકપણ વન-ડે મેચ હારી નથી. ભારતે અહીં 6 મેચ રમી છે અને બધી જ મેચ જીતી છે.
INDIA vs AUS ટીમ 11
ભારત: શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કેરી, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શટ, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ અને સ્પેન્સર જોનસન
બુમરાહ દિકરાને મળવા પહોંચ્યો
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો છે અને તે તેના પરિવાર સાથે છે. તે થોડા દિવસ પહેલા જ પિતા બન્યો હતો. તેઓએ પોતાના પુત્રનું નામ અંગદ રાખ્યું છે. બુમરાહ વિશે માહિતી આપતા બીસીસીઆઈએ લખ્યું છે કે જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ODI માટે ટીમ સાથે ઈન્દોર ગયો નથી. તે તેના પરિવારને મળવા ગયો છે અને ટીમ મેનેજમેન્ટે તેને ટૂંકો બ્રેક આપ્યો છે. બુમરાહ રાજકોટમાં યોજાનારી છેલ્લી ODI માટે ટીમ સાથે જોડાશે.