T20 વર્લ્ડ કપની (World Cup) ફાઈનલ (Final) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ મેચ દરમિયાન વરસાદની સંભાવના હતી પરંતુ મેચ શરૂ થયા પહેલાં જ ટોસ સમયે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ થઈ ગયું હતું. આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે.
નિર્ધારિત સમયે ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓપનિંગ કર્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી માર્કો જેન્સને પ્રથમ ઓવર નાંખી હતી. ફાઈનલ મેચમાં વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં જોવા મળ્યો. તેણે માર્કો જેન્સન સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઓવર પછી ભારતનો સ્કોર 15/0 હતો.
સાઉથ આફ્રિકા પ્લેઇંગ 11
ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (c), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબ્રેઝ શમ્સી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.