Gujarat

પીએમ મોદીએ કહ્યું કે હું એ દિવસ જોઈ રહ્યો છે જ્યાં પેસેન્જર પ્લેન પર ‘મેક ઈન ઈન્ડિયા’ લખ્યું હોય

વડોદરા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદી વડોદરા (Vadodara) ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ (Leprosy Ground) સુધીના રોડ પર રોડ શો (Road Show) કર્યો હતો અને લેપ્રસી મેદાન પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી પીએમ મોદીએ નરેન્દ્ર મોદી કારમાં સવાર થઈ રોડ શોમાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.​​ ​​​​​વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM નરેન્દ્ર મોદી ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો આ સાથે પીએમ મોદીએ 5 હજાર જેટલા ઉદ્યોગપતિઓનું સંબોધન શરૂ કર્યું હતું.

પીએમ મોદીએ 5 હજાર ઉદ્યોગપતિઓનું સંબોધન શરૂ કરતા કહ્યું કે નવા વર્ષે બાદ હું પહેલી વાર ગુજરાતમાં આવ્યો છે. તેમણે કહ્યું કે મેન્યુફેંક્ચરીંગ હબમાં ભારત આગળ વધી રહ્યું છે, આજે ભારતને દુનિયાના મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા તરફ જઈ રહ્યો થે. આજે ભારતમાં ફાઈટર પ્લેન બનાવી રહ્યું છે, આ સાથે જ ટેન્ક અને સબમરિન પણ ભારતમાં જ બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલી દવા અને વેક્સિન લાખો લોકોનું જીવન બચાવી રહી છે. આ સિવાય ભારતમાં બનેલા ગેજેટ્સ, કાર, મોબાઈલ વિશ્વના અનેક દેશોમાં છવાયા છે. પીએમ મોદીએ કહ્યું કે હું એ દિવસ જોઈ રહ્યો જ્યાં મોટા પેસેન્જર પ્લેન ભારતમાં બને અને તેના પર લખ્યું હોય મેક ઈન ઈન્ડિયા.

પીએમ મોદીએ કહ્યું કે એર ટ્રાફિકના મામલે ભારત ટોપ ત્રણ દેશોમાં હશે. આજના આયોજનમાં વિશ્વ માટે પણ એક સંદેશ છે. આજે ભારત દુનિયાના દેશો માટે ગોલ્ડન ઓપોરચ્યુનિટી લઇને આવ્યું છે. તેમણે કહ્યું કે આજે ભારતમાં ઇકોનોમિક રિફોર્મ્સની નવી ગાથા લખવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે હવે આજનું ભારતનું નવા માઇન્ડ સેટ, નવા વર્ક કલ્ચર સાથે કામ કરી રહ્યું છે. વિકાસ અને રોકાણકારો માટે ઘણા નવા પ્રકારના ઇન્સેન્ટિવ લઇને આવ્યા છીએ. તેમણે કહ્યું કે આ પહેવા સરકારોમાં એવું માઈન્ડસેડ હતું કે ભારત મેન્યુફેક્ચરિંગમાં સારું કામ નહીં કરી શકતું માટે ભારતે માત્ર સર્વિસ સેક્ટર પર ધ્યાન આપવું જોઇએ. જો કે હવે દેશ મેન્યુફેક્ચરિંગની રેસમાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં એરો સ્પેસ સેક્ટરમાં 3 બિલિયન ડોલરનું રોકાણ થયું છે. છેલ્લાં 8 વર્ષમાં દેશમાં એરો સ્પેશ સેક્ટરમાં અગાઉનાં 10 વર્ષ કરતાં 5 ગણું રોકાણ વધ્યું છે.

પીએમ મોદીએ એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે વડોદરા ખાતે શિલાન્યાસ કરશે આ પહેલા પીએમ મોદીએ એરપોર્ટ ખાતેથી લેપ્રસી મેદાન સુધી રોડ શો યોજ્યો હતો. પીએમ મોદીના આ રોડ શોમાં હજારીની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ તેમની કાર ધીમી કરીને લોકોનું અભિવાદન ઝેલ્યું હતું. કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા લોકો માટે પાર્કિંગ સુવિધા ઉપલ્બધ કરાવામાં આવી છે. લેપ્રેસી ગ્રાઉન્ડ નજીક 10થી વધુ પ્લોટ પર પાર્કિંગ કરવામાં આવશે.

વડાપ્રધાનની વડોદરા મુલાકાત માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી બંને તરફ બેરિકેડિંગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. રોડ પરના સ્પીડ બ્રેકર હટાવી લેવામાં આવ્યા છે. તેમજ લેપ્રસી મેદાન અને તેની આજુબાજુમાં 5570 વાહન પાર્ક થઇ શકે તે માટેની વ્યવસ્થા કરાઇ છે.

Most Popular

To Top