અગિયાર મહિનાથી ગુજરાતમાં લોકલ ટ્રેન બંધ છે. અસંખ્ય લોકો પર વીપરિત અસર થઇ રહી છે. નોકરી ટકાવી રાખવા ખાનગી વાહનોમાં લોકો મુસાફરી કરી રહયા છે, સામાન્ય વ્યકિત રોટલો રળવા ત્રાહીમામ પોકારી રહયા છે. જે આખું ગુજરાત જાણે છે. આ અંગે કલેકટર, રેલેવના ઉચ્ચ અધિકારીઓને પણ રજુઆત થઇ છે.
સમાચારપત્રોમાં તેમજ ચર્ચાપત્રમાં આની ખૂબ આલોચના થઇ છે. તેમ છતાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રજાના નાણાંથી પગાર લેતા તેમજ પોતાના ભવ્ય વાહનમાં તથા પ્લેનમાં ઉડતા પ્રજાના પ્રતિનિધિને આ બાબતે ગુજરાતમિત્ર દૈનિકે (તા. 13.1.21) સંપર્ક કરતા ભાજપ પ્રમુખ પાટીલનો સંપર્ક ન થયો?! જયારે આપણા સુરતનાં સાંસદ દર્શના જરદોશે જણાવ્યું કે આ મામલે કોઇએ મને જાણ કરી નથી?!!
સુરતમાં રહેતા સુરતના સાંસદને આવડી મોટી હાલાકી માટે પ્રજાએ એમને વિનંતી કરવા જવાની કે વિરોધ પ્રદર્શન કરી જાણ કરવાની?! શું આ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સાંસદ વગેરે રાજકીય નેતા અજાણ હશે?! કે પછી છીડું શોધવાની વાત?! આપણા ચૂંટાયેલા પ્રજાના સેવક ગાંધીજીના ત્રણ વાંદરાવાળા સિધ્ધાંત તો નથી પાળતાને?!! પ્રજાએ સતેજ થવાનો સમય પાકી ગયો છે.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.