રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે. જેમાંથી 24 કેસ શહેરી વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં 24 કેસ નોંધાયા છે. નવા કેસમાં અમદાવાદ મનપામાં 9, વડોદરા મનપામાં 5, રાજકોટ મનપામાં 4, સુરત મનપામાં 3, ભાવનગર મનપામાં 2, ગાંધીનગર મનપામાં 1, જ્યારે નવસારીમાં 2 અને રાજકોટ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 308 છે, જ્યારે 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 304 દર્દીઓ સ્ટેબલ છે. તો વળી રાજ્યમાં આજે કોરોનાના 34 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકા રહ્યો છે. રાજ્યમાં આજે 10 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ અને 2,182ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 40,444ને પ્રથમ અને 3,26,702ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 13,803ને પ્રથમ ડોઝ અને 1,25,585ને બીજો ડોઝ મળી આજે કુલ 5,08,726 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,94,60,929 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.