SURAT

કોરોનાની બીજી લહેરમાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના ધિરાણ અને વ્યાજમાં સરકારે મોટી રાહત આપી

surat : કોરોના ( corona) સંક્રમણની વર્તમાન સ્થિતિમાં સુરત સહિત ગુજરાતના ખેડૂતો ( farmers) ને સીધી અસર થઇ છે તેવા સંજોગોમાં કિસાન ક્રેડિટ કાર્ડ ( kisan credit card) ની લોનની મુદ્દતમાં છ મહિનાનો વધારો કરવા અને વ્યાજમાં માફી આપવા કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કેન્દ્રના નાણામંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેને પગલે સરકારે કેસીસી ધિરાણ મેળવનાર ખેડૂતો માટે મોટી રાહત જાહેર કરી છે. 3 લાખનું ધિરાણ 30 એપ્રિલ સુધી ભરપાઇ કરવાની મુદ્દત વધારી 30 જૂન કરી છે. તે ઉપરાંત નિર્ધારિત સમય મર્યાદામાં 7 ટકા વ્યાજનું ચુકવણું નહીં કરનારા ખેડૂતો વતી 16.30 કરોડનું વ્યાજ હવે ગુજરાત સરકાર ચુકવશે.


કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રિજિયનના બોર્ડ ઓફ ડિરેક્ટર જયેશ એન પટેલ (દેલાડ)એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ( nirmala sitaraman) અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ( vijay rupani) ને પત્ર લખી રજૂઆત કરી હતી કે 3 લાખની મર્યાદામાં કિસાન ક્રેડિટ લોન ( kisan credit loan) ખેડૂતોને આપવામાં આવે છે. જેમાં 4 ટકા કેન્દ્ર અને 3 ટકા વ્યાજમાફી રાજ્ય સરકાર આપે છે, જો ખેડૂતો સમયમર્યાદામાં લોનની ભરપાઇ ન કરી શકે તો વ્યાજમાફીનો લાભ મળતો નથી. વર્તમાન કોરોનાની સ્થિતિમાં એપીએમસી ( apmc) ,માર્કેટ યાર્ડ ( market yard) બંધ રહેવાથી વિવિધ પાકોમાં અને શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


દક્ષિણ ગુજરાતમા શેરડી પકવતા ખેડૂતોને પ્રતિ ટન 400થી 500 રૂપિયા ઓછા મળ્યા છે. શેરડી કાપવામાં સમય પણ વધુ થયો છે. કોરોનાની બીજી લહેરમા ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ હોવાથી જયેશ પટેલે ધિરાણ અને વ્યાજમાં માફી આપવા માંગ કરી હતી. તેને પગલે સરકારે ફેડરેશનની આ માંગ સ્વીકારી લીધી છે. ખેડૂત અગ્રણીઓએ આ જાહેરાતને આવકારી છે. ફેડરેશનનું માનવુ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોની આવક બમણી કરવા માટે મહત્વની છે. એવી સ્થિતિમાં લોનની મુદ્દતમાં બે માસનો વધારો અને વ્યાજમાં રાહત આપવાનું નક્કી કરાયુ છે

Most Popular

To Top