વડોદરા: વડોદરા સહિત સમગ્ર રાજ્ય મા આગામી દિવસમાં તાપમાન કેવું રહેશે તે અંગે આગાહી કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી.વડોદરા શહેર મા મંગળવારે તાપમાન નો પારો અચાનક વઘી જતા ગરમીએ આજે ગાભા કાઢી નાખ્યા હતા બપોર ના સમયે તાપમાનનો પારો 44 અને બપોર બાદ સાંજ સુધી ગરમી નો પારો 43 સુધી રહેવા પામ્યો હતો.
શહેર મા લગ્નની સીઝન હોવાથી લોકો કાળઝાળ ઉનાળા ની ગરમી મા ખરીદી કરતા જોવા મળ્યા હતા.મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. દિવસના તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે. જેમાં આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 42-44 ડિગ્રી તાપમાન થવાની આગાહી કરવામા આવી છે. 42-44 ડિગ્રી તાપમાન થવાની આગાહી આ સાથે તેમણે જણાવ્યું કે, રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના ઉત્તર ભાગ સહિત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ છે.
લગ્નના ડીજેમાં વરરાજા પરસેવે રેબઝેબ થયા
ઉનાળાએ પોતાનું આકરું સ્વરૂપ દેખાડતા હાલ લગ્નની સીઝન હોવાથી વરઘોડા મા વરરાજા અને ડીજે ના તાલે આકરી ગરમીમાં નાચતા દુલ્હાના મિત્રો પરસેવે રેબઝેબ જોવા મળ્યા હતા. જેમાં નાના બાળકો અને મહિલાઓ તેમજ સિનિયર સિટીજનો ની હાલત માંગલિક પ્રસગો મા કફોડી જોવા મળી હતી.