ભરૂચ: જંબુસરના (Jambusar) ટંકારી બંદરની 167 વર્ષ જૂની જર્જરિત પ્રાથમિક શાળાના (Primary School) 222 માસુમ વિદ્યાર્થીઓ (Students) વૃક્ષ (Tree) નીચે ખુલ્લામાં જોખમી શિક્ષણ (Education) લેવા મજબુર બન્યા છે. એટલું જ નહીં પણ ડિજિટલ સ્માર્ટ વર્ગોમાં બાળકોને ભણાવવાની વાતો કરતા ગુજરાત શિક્ષણ વિભાગની (GujaratEducationBoard) પોલ ઉઘાડી પડી ગઈ છે.
વિશ્વમાં પોતાના કામ અને નામ થી પ્રસિદ્ધ થયેલા વિકસિત ગુજરાતમાં વિદ્યાર્થીઓની આવી દયનીય પરિસ્થિતિ બાદ “પઢેગા ગુજરાત, બઢેગા ગુજરાત’ (PadhegaGujaratBadhegaGujarat) નું સૂત્ર કેટલું સાર્થક બન્યું હોય એ ટંકારી બંદરગામની પ્રાથમિક શાળાના દૃશ્યો જોઈ કહી શકાય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આપણા શિક્ષણ મંત્રી (Education Minsiter) સુરતની શાળાઓના બાથરૂમ સાફ કરી શકતા હોય તો અમારી શાળાના બાથરૂમ સાથે બિલ્ડીંગ કેમ બનાવી ન શકે એવા મનમાં પ્રશ્નો ઉભા થાય છે
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આજે લોકોની પ્રાથમિક જરૂરિયાત વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ છે પરંતુ ડીઝીટલ યુગમાં ગામડાઓની કથળતી પરિસ્થિતિ સામે તમામ રાજકીય લોકોએ ચુપકીદી સેવી લીધી છે. ભરૂચ જિલ્લાના (Bharuch) જંબુસર તાલુકાના ટંકારી બંદરગામ ની પ્રાથમિક શાળા ભારતના ઇતિહાસનો એક ભાગ છે.
1856માં શરૂ થયેલી આ શાળામાં અનેક વિદ્યાર્થીઓએ શિક્ષણ લઈ આજે દેશના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવી ચુક્યા છે ક્યાં ફરજ બજાવી રહ્યા છે. જોકે વિકાસના શિખર સર કરનાર આજના ગુજરાતમાં ભરૂચ ટંકારી ગામની કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ શાળામાં 222 વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા છે. જર્જરિત શાળાની તૂટેલી છત, નમી ગયેલી હાલતમાં દીવાલ અને દીવાલમાં જોવાતા વૃક્ષના માળિયાથી વિદ્યાર્થીઓ જ નહીં પણ ઇતિહાસકારો પણ મુંજવણમાં મુકાઈ રહ્યાં છે.
1856માં બનેલી શાળાની આવી હાલત પાછળ એક માત્ર સરકાર અને પાલિકા જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે. આ શાળામાં ધોરણ 1થી 8 ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. પણ શિક્ષણની કથળતી પરિસ્થિતિ વચ્ચે 5 શિક્ષકો પણ કેવી રીતે અભ્યાસ કરાવવતા હશે એક પ્રશ્ન છે.
વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી દક્ષિણ ગુજરાતના મેટ્રો સિટી તરીકે ગણાતા સુરત ના રહેવાસી છે. એમને સુરતની શાળાઓમાં જઈ બાથરૂમ સાફ કરવાનો સમય મળે છે પરંતુ ગામડાઓની શાળાઓમાં જઇ શિક્ષણની કથળતી હાલત જોવાનો સમય નથી. વર્ષોથી વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર શાળાના રીનોવેશન અને નવા બિલ્ડીંગ ની માગ સાથે સરકારમાં રજુઆત થઈ ચૂકી છે. એટલું જ નહીં પણ માજી ધારાસભ્યએ મંત્રી કુબેર ડીંડોરને પત્ર લખી નિરાકરણ કરવા માંગ કરી છે. વર્ષો થી શાળા ના નવા બિલ્ડિંગના સ્વપ્નો પુરા કરવા હવે વાલીઓ પણ મેદાનમાં ઉતરવા મજબુર બન્યા છે.