કાનપુરઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) કાનપુર (Kanpur) ગ્રામ્ય વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રખડતા પશુઓથી (Stray animals) કંટાળીને ગ્રામજનોએ પાકને નુકસાન (damage) કરી રહેલા પશુઓને ભગાડીને સરકારી શાળામાં (Government school) પૂરી દીધા હતા. અને પાછા તે ઢોર (Cattle) બહાર ન નીકળી જાય તે માટે ગેટ પર લાકડા મૂકીને ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. યુપી (UP) માં રખડતા પ્રાણીઓ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી (Election) નજીક આવતા આ મુદ્દાએ જોર પકડ્યું છે. તો સમાજવાદી પાર્ટીએ (Samajwadi party) રખડતા પ્રાણીઓના કારણે થતી જાનહાનિના કિસ્સામાં વળતર આપવાનું પણ વચન આપ્યું છે.
નોંધનીય છે કે રખડતા ઢોરની સંભાળ માટે સમગ્ર ઉત્તર પ્રદેશમાં અસ્થાયી ગૌશાળાઓ (cowshed) બનાવવામાં આવી હતી અને તમામ જિલ્લાના અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યા હતા કે બહાર રખડતા પશુઓ જોવા મળશે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓની બેદરકારીઓ સામે આવી
પરંતુ કાનપુરની આ ઘટના સામે આવતા એવું લાગી રહ્યું છે કે અધિકારીઓને સરકારના આદેશથી કોઈ ફરક પડ્યો નથી. અધિકારીઓની આ બેદરકારીનું પરિણામ ગ્રામજનો ભોગવી રહ્યા છે. કાનપુર ગ્રામ્ય વિસ્તારના રસુલાબાદ ગોપાલપુર ગામના લોકો રખડતા પ્રાણીઓથી એટલા હેરાન થઈ ગયા કે તેઓએ પશુઓને સરકારી શાળામાં જ બંધ કરી દીધા છે.
રખડતા ઢોરોએ ઘઉંના પાકનો નાશ કર્યો
ગ્રામજનોનું કહેવું છે કે આ રખડતા પ્રાણીઓ તેમના પાકનો નાશ કરી રહ્યા છે જે તેમના માટે ચિંતાનો વિષય છે. તે બીજી તરફ રખડતા પ્રાણીઓના હુમલાથી બે લોકોના મોત પણ થયા છે. ગામના રહેવાસી રાજકુમારે કહ્યું, “ગઈ રાત્રે કેટલાક રખડતા પ્રાણીઓએ તેનો ઘઉંનો પાક સંપૂર્ણપણે નાશ કી નાખ્યો હતો. અને તેથી ગુસ્સામાં તેઓએ આ રખડતા પ્રાણીઓને સરકારી શાળામાં બંધ કરી દીધા હતા અને બહારથી ગેટ પર લાકડાં પણ લગાવી દીધા હતા જેથી પશુઓ બહાર ન નીકળી શકે. બીજી તરફ, અન્ય એક કહ્યું, કે “જો અમારા ખેતરો આ રીતે બરબાદ થઈ જશે, તો અમે કેવી રીતે જીવીશું. સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.