Vadodara

ભાજપાની યાદવા સ્થળીમાં શિક્ષણ સમિતિનું કોકડું ગૂંચવાયું

વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીને 4 મહિના વીતી ગયા પછી પણ શિક્ષણ સમિતિને નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા નથી જેના કારણે સમિતિના વહીવટ પર વ્યાપક અસર થઇ રહી છે  ભાજપની યાદવાસ્થળીમાં સમિતિનું કોકડું ગૂંચવાયું હોવાનું કહેવાય રહ્યું છે પોતાના માનીતાને સમિતિમાં મોભાદાર સ્થાને ગોઠવવાની પળોજણમાં સમિતિનું નવા બોર્ડનું અસ્તિત્વ હજુ સુધી અમલી બની શક્યું ન હોવાની પણ ચર્ચોઓ જોર પકડી રહી છે.

ઓગસ્ટ માસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં ચાર બેઠકો બિનહરીફ થઇ હતી અને ૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થયા હતા જોકે સમિતિમાં ત્રણ સભ્યોની નિમણૂક સરકાર તરફથી કરવાની હોય છે જેમાં એક સરકારી અધિકારી અને બીજા બે સભ્યોના નામ મુકવાના હોય છે પરંતુ 4 મહિનાનો સમય વીતી ગયો છે છતાંય બે સભ્યોના નામ નક્કી ન થતા શિક્ષણ સમિતિના સભ્યના નામ ગેજેટમાં ચડયા નથી પરિણામે ચાર મહિના પછી પણ શિક્ષણ સમિતિને તેના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા નથી કોરોનાની લહેર ટાઢી પાડતાં સમિતિની શાળાઓ શરૂ થઇ ગઇ છે.

પરંતુ નવા ચેરમેનની નિમણુંક ન થતાં શિક્ષણ સમિતિના વહીવટને વ્યાપક અસર થઇ રહ્યો હોવાનું પણ મનાય રહ્યું છે બે સભ્યો ની વરણી માં ભાજપના નેતાઓ અને સંગઠન વચ્ચે હુસાતુસી જામી ને કારણે પણ કોકડું ગૂંચવાયું છે પોતાના માનીતાઓને ચેરમેન બનાવવા કેટલાક નેતાઓ વચ્ચે હોડ જામી છે એટલે નિયુક્તિ થઇ શકી ન હોવાનું પણ કહેવાય છે એક તરફ રાજ્યના અન્ય મહાનગરોમાં શિક્ષણ સમિતિનું નવું બોર્ડ અસ્તિત્વમાં આવી ગયું છે અને કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે ત્યાં વડોદરામાં આંતરિક જૂથવાદના પરિણામે નવા બોર્ડના અમલવારીમાં મોડું થયું છે.

સરકાર નિયુક્ત સભ્યોના સંભવિત દાવેદારો

પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા બે સરકાર નિયુક્ત સભ્યોની વરણી કરવાની છે જોકે આ બે સભ્યોની નિમણુંકો ને લઈને જ ભાજપમાં વિખવાદ ચાલતો હોવાની ચર્ચા છે ત્યારે સરકાર નિયુક્ત સભ્યો માટે ના સંભવિત દાવેદારોમાં અનેક નામો છે જેમાં મુખ્યત્વે 6 નામો પ્રબળ દાવેદાર હોવાનું મનાય છે સંભવિત દાવેદારો, :  સોનલ પરીખ, કેવલ શાહ કૌશલ દવે,  મેહુલ લાખાણી, નિલેશ પંડ્યા, ગૌરવ  પવળે  આ સંભવિત નામો પૈકી કોનું નસીબ કે રાજકીય પીઠબળ કામ કરી જાય છે તે તો સમય બતાવશે.

નવા બોર્ડની રચના ન થતાં નગર પ્રા. શિક્ષણ સમિતિના વહીવટને અસર

કોરોના કાળમાં દોઢથી બે વર્ષ સુધી શિક્ષણ સમિતિની શાળાઓ બંધ રહી હતી. હવે કોરોનાની ગતિ મંદ પડતાં શાળાઓ ફરી શરૂ થઈ છે શિક્ષણની ગાડી ધીમે ધીમે પાટે ચઢી રહી છે પરંતુ ન.પ્રા.શિક્ષણ સમિતિના નવા બોર્ડને બ્રેક લાગી રહેતા સમિતિના વહીવટને ભારે અસર થઇ રહી છે. ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે સમિતિની શાળાઓના બાળકોના ભણતર અને ભવિષ્ય સામે ચેડા થઇ રહયાં છે છેલ્લા ઘણા સમયથી સમિતિની કોઈ બેઠક મળી ન હતી કોઈ નિર્ણયો લેવાયા ન હતા. જેથી સમિતિના વહીવટ અને બાળકોના ભણતર વિશે કોઈ ચર્ચા થઈ ન હતી. જોકે આ મુદ્દે આખરે મેયરને બેઠક કરી બજેટ પર ચર્ચા કરવાની ફરજ પડી હતી.

મંત્રીની મનીતાને બેસાડવાની મથામણ

શિક્ષણ સમિતિના બે સભ્યોની વરણીમાં સરકારના એક હેવીવેઇટ નેતા અને  મંત્રી રસ લઈ રહ્યા હોવાની પણ રાજકીય ચર્ચાએ જોર પકડયું છે મંત્રી પોતાના અત્યંત નિકટનાને સમિતિના ચેરમેન બનાવવા માટે મથામણ કરી રહ્યા છે મંત્રી પોતાના માનીતા ને  ચેરમેન કે ઉપ ચેરમેન બનાવવાની જીદ લઈને બેઠા હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે છે પરિણામે સમિતિની કોકડું વધારે ગુચવાયુ હોવાનું કહેવાય છે ભાજપ સંગઠનના કેટલાક નેતાઓ અને હોદ્દેદારોની સરકારમાં રજૂઆત પછી પણ કોઇ  ઉકેલ આવ્યો નથી ત્યારે જોવાનું એ છે કે મંત્રી ની જીદની જીત થાય છે કે પછી સંગઠનની?

નવા ચેરમેનની વરણી વગર મેયરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની ચર્ચા અંગે બેઠક મળી હતી. નવા ચેરમેનની વરણી વગર મેયરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી સમિતિના નવા બોર્ડની રચનાને બ્રેક લાગતા મેયરે આગળ આવીને આ બેઠક કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. બેઠકમાં વર્ષ 2022-23ના શિક્ષણ બજેટ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સમિતિની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ માટે શિક્ષકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો શિક્ષણ સમિતિના આશરે ૩૭ હજાર જેટલા બાળકોને પાયાની સુવિધાઓ અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે જોગવાઈનું આયોજન પર પણ ચર્ચા કરાઇ હતી.

Most Popular

To Top