સુરત: ઉમરા પોલીસે સફલ સ્કવેરમાં (Sufferl Souare) થાઈ સ્પા એન્ડ બ્યુટીના (ThaiSpaAndBueaty) નામે ચાલતું કુટણખાનું (Brothel) ઝડપી 6 થાઈ મળીને કુલ 14 મહિલાઓને મુક્ત કરાવી મેનેજરની ધરપકડ કરી હતી. અને માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજી બાજુ એએચટીયુની ટીમે પણ પોદ્દાર પ્લાઝામાં પીન્કી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે.
- વેસુ સફલ સ્કવેરમાં થાઈ સ્પા એન્ડ બ્યુટી સ્પામાં 14 લલનાઓ સાથે કુટણખાનું ઝડપાયું
- એલબી ત્રણ રસ્તા પોદ્દાર પ્લાઝામાં પીન્ક સ્પાની આડમાં પણ કુટણખાનું ચાલતું હતું
ઉમરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વીઆઈપી રોડ પર સફલ સ્કવેરમાં થાઈ સ્પા એન્ડ બ્યુટીના નામથી ચાલતા સ્પામાં બાતમીના આધારે રેડ કરી હતી. સ્પામાં રેઈડ કરતા અંદર કાઉન્ટર પાસે ગ્રાહકોને બેસવા સોફા મુક્યા હતા. બીજા 9 રૂમ મસાજ માટે બનાવેલા હતા. બાજુમાં આવેલા રેસ્ટ રૂમમાંથી 6 થાઈ મહિલા મળી આવી હતી.
બીજા રેસ્ટ રૂમમાં જોતા ત્યાંથી 7 ભારતીય મહિલાઓ મળી આવી હતી. જ્યારે એક મહિલા ગ્રાહક સાથે મળી આવી હતી. કાઉન્ટર પર હાજર વ્યક્તિનું નામ પુછતા પોતાનું નામ અજય અશ્વિન ભટ્ટ (ઉ.વ.30, રહે. સુમન સાગર, વેસુ તથા મુળ બોટાદ) નો હોવાનું અને પોતે સ્પામાં મેનેજર હોવાનું જણાવ્યું હતું.
સ્પાના માલિક વિજયભાઈ ભગવાનભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બે ગ્રાહક અને મેનેજરની ધરપકડ (Arrest) કરી હતી. જ્યારે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી 14 મહિલાઓને મુક્ત કરાવી હતી. સ્પામાં ગ્રાહક પાસેથી 1000 લઈને 500 રૂપિયા મહિલાઓને શરીર સુખ માટે આપી પોતે 500 રૂપિયા કમિશન રાખતા હતા.
આ સિવાય ક્રાઈમ બ્રાંચની (CrimeBranch) એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ (HumanTrafficking ) યુનિટ દ્વારા બાતમીના આધારે મજુરાગેટ પાસે એલ.બી.ત્રણ રસ્તા નજીક ફાયર બ્રિગેડની (FireBrigade) સામે આવેલા પોદ્દાર પ્લાઝાના બીજા માળે આવેલા પીન્કી સ્પામાં રેઈડ કરવામાં આવી હતી. જ્યાંથી 3 મહિલાઓને મુક્ત કરાઈ હતી.